પ્રેમનો પબ્લિક ઈશ્યુ (સિદ્ધાર્થ રાંદેરિયા) - Prem No Public Issue GUJJUBHAI75 વર્ષીય આયુર્વેદિક નિષ્ણાત વાસુદેવ બ્રહ્મભટ્ટ શાસ્ત્રી (સિદ્ધાર્થ રાંદેરિયા) તેમની પત્ની દયા સાથે રહે છે. તેમને દ્રઢ વિશ્વાસ છે કે તેમની મૃત પત્ની મંગુએ પુનર્જન્મ લીધો છે અને તેમના જીવનમાં મંગુ પરત આવશે. વાસુદેવ વૃદ્ધને યુવાન બનાવવાના તાંત્રિક પ્રયોગો કરે છે. એક દિવસ તેઓ સફળ થાય છે અને ફરીથી યુવાન બની જાય છે. જેમજેમ આ વાત ફેલાય છે, બીજા અનેક લોકો યુવાનીનો મંત્ર મેળવવા માટે ધમપછાડા કરે છે અને મચે છે હાસ્યનું હુલ્લડ.

Seventy Five year old Vasudev Brahmabhatt Shastri (Siddharth Randeria) is an Ayurvedic expert. He lives with his second wife Daya. He firmly believes that his dead wife Mangu would reincarnate and walk back into his life. Using Tantrik mantras, Vasudev is experimenting to invent a formula to make a person young. His formula works and he becomes young again. As this news spreads, more and more people want to regain their youth which results in complete chaos. Embark on this roller-coaster ride of laughter!

અરમાન – સ્ટોરી ઓફ એ સ્ટોરીટેલર - Armaan - Story Of Storyteller


ક્યારેક મહત્વાકાંક્ષી અને કર્મનિષ્ઠ વ્યક્તિ ઠોકર ખાધા પછી કર્મના માર્ગમાંથી ચલિત થઈ જતી હોય છે. આ ફિલ્મ કર્મના સિદ્ધાંતનું મહત્વ સમજાવે છે. સંજોગો કેટલા પણ પ્રતિકૂળ કેમ ના હોય, જો માણસ ધીરજ રાખી પોતા કર્તવ્ય-પથને અનુસરવાનું ચાલુ રાખે તો સારા પરિણામોનું અજવાળું એક દિવસ બદનસીબીના અંધારાને દૂર કરે જ છે. અરમાન - એક મહત્વાકાંક્ષી દિગ્દર્શક છે. ફિલ્મ-ફાઇનાન્સર રાજેશ તેની સાથે વિશ્વાસઘાત કરી તેના પર છેતરપિંડીનો આરોપ લગાડે છે. બદનામીથી નિરાશ થઈ અરમાન એક એવી જગ્યા પર જાય છે જ્યાં કોઈ તેને ઓળખતું ન હોય. ત્યાં તેની મુલાકાત વિચિત્ર પરંતુ રસપ્રદ એવી બિયારા નામની છોકરી સાથે થાય છે. બિયારા તેને કર્મનું મહત્વ સમજાવે છે અને ભટકેલા અરમાનને ફરી કર્મનો માર્ગ દેખાડે છે. અરમાન ફિલ્મ નિર્માતા બનવાની તેની ઈચ્છા પુરી કરવા ફરી એક વાર મેદાનમાં ઉતરે છે.

There are times when even highly motivated and aspiration-driven people tend to deviate from the path of Karma, especially when they feel let down by circumstances or people around. This film highlights the importance of Karma. No matter how adverse the situation may be, one must have patience and keep doing his Karma - good results will surely follow as there is always a light at the end of tunnel.

Armaan - an aspiring director is betrayed by a film-financier Rajesh. He is accused and proved guilty of cheating Rajesh. Disappointed with this defame, he goes to a place where noone knows him. There he bumps into weird but interesting girl Biyara. Biyara makes him understand the importance of Karma and makes him realize what his Karma should be. Enlightened Armaan returns to the pitch to play second inning and pursue his aspirations of being film-maker.

અશુદ્ધ ગુજરાતી - મનન દેસાઈ ની સ્ટેન્ડ અપ કૉમેડી - Ashudh Gujarati by Manan Desai


Here is the full version (Compilation) of Ashudh Gujarati by Manan Desai. It is a compilation of his best jokes and stories!

પાસપોર્ટ - ગુજરાતી ફિલ્મ - Passport - Gujarati Film


ANNA  અમદાવાદ સંસ્કૃતિનો અભ્યાસ કરવા અમદાવાદમાં આવે છે. શહેરમાં તેની મુસાફરી કરતી વખતે તેનું  પર્સ ખોવાઈ જાય છે, જેમાં તેના પાસપોર્ટ સહિતના બધા આવશ્યકતા પેપર હોય છે. કબીર, તેના કૉલેજ મિત્ર તેને પાછું મેળવવા માટે મદદ કરવા પ્રયત્ન કરે છે!

શું તેઓ પાસપોર્ટ મેળવશે?

અથવા ANNA  ને તુરંત જ ભારત છોડવું પડશે?

જ્યારે માવેરિક ડોન અને એક રહસ્યમય ચોર બેન્ડમાં જોડાય ત્યારે તે મનોરંજનની સંપૂર્ણ ફ્લાઇટ બની જાય છે; દરેકને પ્રેમ, રોમાંચ, વિશ્વાસઘાત અને રમૂજનો સામનો કરવો પડે છે!

પીછો, આનંદ, નાટક, સુખ અને કૉમેડી અનુભવ કરવા તૈયાર રહો!

Anna, an American student comes to Ahmedabad to explore Amdavadi Culture. While her journey in the city, she loses her purse carrying all essentials including her passport. Kabir, her college friend tries to help her get it back!
Will they get the passport?
Or Anna will have to leave India immediately?
It becomes the flight full of entertainment when a maverick don and a mysterious thief join the band; everyone faces the music of love, thrill, betrayal and humour!
Get ready to experience chase, fun, drama, happiness and comedy!

ગુજ્જુભાઈ બન્યા દબંગ - Gujjubhai Banya Dabangઆ નાટક થકી કોમેડીના બેતાજ બાદશાહ સિદ્ધાર્થ રાંદેરિયા એક નવું સોપાન સર કરે છે. 'ગુજ્જુભાઈની ગોલમાલ' ની ભવ્ય સફળતા બાદ, સિદ્ધાર્થ રાંદેરિયા આ નાટકમાં ફરી એકવાર તમને પેટ પકડીને હસાવશે. વાર્તાના નાયક જગદીશ પંડ્યા (સિદ્ધાર્થ રાંદેરિયા) થી તેમની પત્નીને ફરિયાદ છે કે તેઓ જીવનમાં પરિવાર માટે કંઈ ખાસ કરી શક્યા નથી. જગદીશ પાસે બૈરીના મેણાટોણા સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અનાયાસે જગદીશના ઘરમાં એક ખૂંખાર ગુંડાની હત્યા થાય છે. જગદીશ આ બહાદુરીભર્યા કારનામાનો જશ લેવાની તક ઝડપી લે છે અને તેમને અપાર માન-સન્માન અને પૈસો મળે છે. આ સિક્કાની બીજી બાજુ પણ છે. ગુંડાઓ અને રાજકારણીઓ તેમનું અને તેમના પરિવારજનોનું જીવવું હરામ કરી નાખે છે. શું આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો ગુજ્જુભાઈને મળશે?

Uncrowned king of comedy Siddharth Randeria adds one more feather to his cap (rather crown) with Gujjubhai Banya Dabang. After grand success of 'Gujjubhai Ni Golmaal', Siddharth Randeria nails it again with this drama. Protaganist Jagdish Pandya is incessantly nagged by his wife for not achieving anything special in his life. Pandya has no choice but to bear the brunt of her daily verbal assaults. As the story unfolds, a terrible gangster gets killed in Pandya's house and Gujjubhai takes credit for this brave deed. Though this brings him name, fame and money; there is a flip side to it. He is followed by gangsters, policitical parties and soon he realizes that he has put not only his life but lives of all his family members in danger. Is there a way out for poor Gujjubhai?

રંગ છે રાજ્જા - Rang che Rajjaઅમર દેસાઇ (સિદ્ધાર્થ રાંદેરિયા) એકદમ સીધો અને સરળ માણસ છે. ઘણી વાર અન્ય લોકો તેની હાંસી ઉડાવે છે. તેના જીવનમાં અવિશ્વસનીય પરિવર્તન આવે છે, જયારે તેનું રક્ત-કેન્સર પીડિત દર્દી તરીકે નિદાન થાય છે. તે ૬ મહિનાથી વધારે જીવી શકે તેમ નથી. અમર પથારીમાં મરવા કરતા, મોતને બહાદુરીથી ભેટવાનું નક્કી કરે છે. પોતાની જાનને જોખમમાં મૂકી, તે અન્ય લોકોના જીવ બચાવે છે. આતંકવાદ વિરોધી મિશન માટે સીબીઆઇ અને સરકાર તેનો સંપર્ક સાધે છે. સામાન્ય માણસના 'સુપર મેન'માં રૂપાંતરિત થવાની અત્યંત રમૂજી વાર્તા જે દર્શકોને ખડખડાટ હસાવે છે.

Amar Desai (Siddharth Randeria) is a simple guy. People around him find him idiotic and make fun of him. His life turns upside down after he gets diagnosed with blood cancer. He has six months to live. Amar decides to embrace death bravely rather than die in bed. He puts his life in danger and performs many heroic deeds to save people. He is even approached by CBI and the Government for very crucial anti-terrorism mission. How long will he live? Hilarious story of common man getting transformed into ‘Super-man’.

ગુલાબ ગડબડ ના કરતો - Gulab Gadbad Na Kartoગુલાબ ગડબડ ના કરતો : બૈરીથી દબાયેલા બે પત્ની-પીડિત પતિ એકબીજાની પત્નીને મારી નાખવાની યોજના ઘડે છે. યોજનાને પુરી કરવા જતા બંનેની હાલત કેવી કફોડી કેવી થાય છે તે જાણવા માટે જુઓ આ રમુજી નાટક.

Gulab Gadbad Na Karto is the story of two henpecked husbands who hatch a plan to kill each other’s wives. See how the funny situation unfolds when both fail miserably in their plans. HIlarious play of Rajeev Mehta (Khichdi Serial fame Praful)

કૅરી ઓન લાલુ - Carry On Laluઅભિનેતા બનવાના સપના સેવતો લાલુ (સિદ્ધાર્થ રાંદેરિયા) તેની ગર્લ ફ્રેન્ડ મનીષા સાથે લગ્ન કરવા માંગે છે. મનીષા થોડી વિચિત્ર હોવાની સાથેસાથે ફીલ્મ નિર્માતાની પુત્રી છે. લાલુના મામા તેને વકીલ બનાવવા ઈચ્છે છે. એક રાત્રે સુંદર પણ ચાલાક ચોર (અમી ત્રિવેદી) તેના ઘરમાં ઘુસી જાય છે. લાલુ તેને નૈતિક સલાહ આપે છે અને ત્યારથી લાલુની પનોતી બેસે છે. ચોર તેના પ્રેમમાં પડે છે અને લાલુના જીવનમાં અનેક અણધારી અને અનિચ્છનીય (પ્રેક્ષકો માટે ખુબ જ હાસ્યાસ્પદ) ઘટનાઓ ઘટે છે. જુઓ સિદ્ધાર્થ રાંદેરિયાને તેમની આગવી અને વિશિષ્ટ શૈલીમાં હાસ્ય રેલાવતા.

An aspiring actor Lalu (Siddharth Randeria) wants to marry his girl friend Manisha who is bit insane and also a daughter of film-producer. His uncle wants him to become a lawyer. One night a beautiful but sly burglar (Ami Trivedi) breaks into his house. He gives moral advice to her and that is exactly when his life goes for a toss. As the thief falls for him, lots of unexpected and tragic situations (hilarious for audience) unfold for poor Lalu. Watch Siddharth Randeria in his exclusive and inimitable comic style – Carry On Lalu.

હુ તુ તુ તુ આવી રમતની ઋતુ - ગુજરાતી ફિલ્મ - Hu Tu Tu Tu Aavi Ramat Ni Rutu - Gujarati Filmયશવર્ધન અને આદિત્ય ચોકસી - આ બંને ભાઈઓ કમોડિટી બજારના મોટા માથા છે. એક દિવસ, ચેસની રમત દરમિયાન તેમના વચ્ચે ચર્ચા થાય છે કે માણસનું વર્તન કે ગેરવર્તન તેના સંસ્કાર નક્કી કરે છે કે પછી સંજોગ. શું ખરાબ સંજોગ કોઈના શિષ્ટાચારને સંપૂર્ણપણે બદલી શકે છે? આ સવાલનો જવાબ શોધવા તેઓ એક પ્રયોગ કરે છે જેમાં તેઓ બુટલેગર ગુરૂ અને હાર્વર્ડ ગ્રેજ્યુએટ ઉદય(પાર્થ ઓઝા) નો ઉપયોગ તેમના પ્યાદા તરીકે કરે છે. તેઓ આ બંને પ્યાદાઓની જગ્યાની અદલબદલ કરે છે અને શરૂ થાય છે 'હુ તુ તુ તુ' ની ખતરનાક પણ રસપ્રદ રમત.

Siblings Yashwardhan and Aditya Choksi are kingpins of commodity market. One day, over a game of chess, they end up having argument and bet as to whether circumstances can completely change anyone's behaviour and etiquette or not. To experiment, they use roadside Con man Guru and Harvard Graduate Uday (Parth Oza) as their pawns and put their feet in each other's shoes. That is when the dangerous and life-changing game of HU TU TU TU begins. The urban Gujarati film HU TU TU TU – Aavi Ramat ni Rutu was released on 1st Jannuary, 2016 with 449 shows across 149 cinemas in Gujarat & Maharashtra. The movie completed 100 days in cinemas and also ran to full houses in Australia. The first urban Gujarati film directed by a woman director (Shital Shah) has unique subject and teaches basic fundamentals of commodity market.

બસ કર બકુલા - Bas Kar Bakulaવિધુર પપુ ઉર્ફે પ્રોફેસર પરિમલ પૂજારા તેની વિદ્યાર્થીની સ્વીટી સાથે બીજા લગ્ન કરે છે. લગ્નની પ્રથમ રાત્રે, તેના સ્વ. સસરા તેના સપનામાં આવીને તેને ખંડાલાના બંગલામાં છુપાયેલા ખજાનાની જાણ કરે છે. પપુ હનીમૂન માટે સ્વીટી સાથે ખંડાલા જવા રવાના થાય છે. અથાગ પ્રયત્નો પછી પણ ખજાનો શોધવામાં અસમર્થ રહેલો પપુ તેના સસરાની આત્માને બોલાવવા તાંત્રિક બાબા સેટેલાઈટની મદદ લે છે. આ કીમિયો તેના માટે ખતરનાક પુરવાર થાય છે. સસરાની બદલે તેની મૃત પત્ની બકુલાની આત્મા ત્યાં આવી પહુંચે છે. મદદ કરવાની લાલચ આપીને બકુલા તેને પોતાની આંગળીએ નચાવે છે અને પછી ફૂંકાય છે હાસ્યનું અતિશય તોફાની વાવાઝોડું.

Widower PaPu alias Prof. Parimal Pujara remarries his student Sweety. On his first night, he sees his late father-in-law in a dream who enlightens him about the treasure hidden in Khandala bungalow. He leaves for Khandala with Sweety for honeymoon. Unable to find fortune after great efforts, Pujara seeks witch-doctor Baba Satellite’s help to call departed soul of his father-in-law. The trick misfires and his first wife Bakula (now dead) lands up. She agrees to help Pujara only if he does all the weirdest and bizarre things she asks him to do. What follows is a laugh- a-minute riot of entertainment.

રોમાન્સ કોમ્પ્લિકેટેડ - ગુજરાતી - Romance Complicated - Gujarati Filmઆ શહેરી ગુજરાતી ફિલ્મ એ લાગણીઓ, રોમાન્સ, મિત્રતા અને જીવનની શોધખોળનો પ્રવાસ છે. જ્યારે બે વિપરીત પાત્રો, દેવ અને માહિ નિયતિ દ્વારા બનાવવામાં આવેલા સંજોગોમાં પરિણમશે, ત્યારે જીવન તેમને ક્યારેય નહીં માનવામાં આવે છે. વર્ચ્યુઅલ સંબંધોથી વાસ્તવિકતા સાથે સામનો કરવો, દલીલોથી મિત્રતા અને કોમેડીથી રોમાન્સ માટે, બે લોકોની વાર્તા કરતાં લાગણીઓની કથા છે.દેવ, રોમાંસનો રાજા, ખોળામાં-કૂદેલા અને કટ્ટર બોલિવુડ ભક્ત પણ હજુ સુધી નિર્દોષ દેસી વ્યક્તિ માહિ ને મળે  છે, જે અતિ આધુનિક, નચિંત, ખૂબસૂરત અને ઘમંડી ઉચ્ચ સમાજ છોકરી છે. તેમના સ્વાર્થી હેતુઓને અનુસરવામાં એક સાથે અટવાઇ, તેઓ તેમના વિચિત્ર પરંતુ અનિવાર્ય બંધન સાચું સાર સમજે છે. પ્રારંભિક સમસ્યાઓ ટૂંક સમયમાં જીવન માટેનું કારણ બની શકે છે, અને જ્યારે સ્પાર્ક્સ ઊભી થાય ત્યારે જીવન તીવ્ર વળાંક લે છે, વસ્તુઓને મહત્તમ બનાવવું અને લાગણીઓના રોલર કોસ્ટર રાઈડમાં લઈ જવાથી. આ ફિલ્મ તમામ પાત્રોના રૂપાંતરને પણ વર્ણવે છે કારણ કે તેઓ વાર્તાના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. બોન્ડીંગ, લવ, રીઅલાઈઝેશન અને સેપીરેશન, બધા પાસાઓ વાર્તાના મૂળ તત્ત્વને રચે છે. 
રોમાન્સ કોમ્પ્લિકેટેડ એક રોમેન્ટિક કોમેડી છે જે તમારા મગજને હાસ્યથી ગળી જશે અને પ્રેમ સાથે તમારા હૃદયને સ્પર્શશે.

Romance Complicated - this urban Gujarati movie is a journey of exploring emotions, romance, friendship and life. When two opposite characters, Dev and Maahi meet under circumstances created by destiny, life takes them through paths never thought of. From virtual relations to encounters with reality, from arguments to friendship and from comedy to romance, a tale of emotions rather than a story of two people.

Dev, the king of romance, flirtatious and a hardcore bollywood devotee yet innocent desi guy meets Maahi, the ultramodern, carefree, gorgeous and arrogant high society girl. Stuck together in pursuit of their selfish motives, they understand the true essence of their strange but irresistible bonding. Initial problems soon become a reason for living, and life takes a sharp bend when sparks arise, complicating things to the maximum and taking you through a roller coaster ride of emotions. The movie also portrays the transformation of all characters as they pass through different phases of the story. Bonding, Love, Realization and Separation, all aspects form the core essence of the story.

Romance Complicated is a romantic comedy that will tickle your brain with laughter and take away your hearts with love.

Producer: Kirti Premraaj Jain, Rajiv Sharma
Director: Dhwani Gautam
Writer: Dhwani Gautam, Vipul Sharma
Cast: Malhar Pandya, Divya Misra, Dharmesh Vyas,Shekhar Shukla,Darshan Jariwala,Nisha Kalamdani,Umang Acharya,Yulia Yanina,Dhwani Gautam & Others
Music by Jatin-Pratik & Darshan Raval
Cinematography Prashant Gohel
Edited by HarkiratSingh Lal
Production Luminescence Films (In Association with) Dhwani Gautam Films
Playback Singers - Sonu Nigam, Shreya Ghoshal, Aishwarya Majumdar, Neeti Mohan, Rashid Ali, Niraj Shridhar, Priya Patidar, Darshan Raval & Javed Ali

કાર્બન કોપી - Carbon Copyસમૃદ્ધ ઉદ્યોગપતિ નરોત્તમ ઠાકરસી (ફિરોઝ ભગત) તેના પિતા વાડીલાલ (શરદ શર્મા), પત્ની અને બે બાળકો સાથે રહે છે. અભિષેક નામનો યુવક તેમનો સંપર્ક કરે છે અને તેમનું અવૈધ સંતાન હોવાનો દાવો કરે છે. જ્યારે કથિત પિતા અભિષેકને પુત્ર તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે, ત્યારે તે એક ડ્રાઈવર તરીકે ઠાકરસી કુટુંબમાં જોડાય છે. તે પરિવારના સભ્યોના હૃદય જીતવાના પ્રયાસો કરે છે. સમય જતા નરોત્તમની બંને કિડની કામ કરતી બંધ થાય છે. કાયદાકીય રીતે, માત્ર કુટુંબી જ કિડની દાન કરી શકે. નરોત્તમના બંને બાળકો કિડની આપવાનો ઇન્કાર કરે છે. જો નરોત્તમ અભિષેકને પુત્ર સ્વીકારે તો જ અભિષેક તેમનો તારણહાર બની શકે. આગળ શું થશે તે જાણવા માટે જુઓ સુપરહીટ પારિવારીક નાટક.

Narottam (Firoz Bhagat) – a rich industrialist is living with his father Vadilal (Sharad Sharma), wife and two children. He gets approached by Abhishek who claims to be his son. When alleged father refuses to accept Abhishek as son, he joins the family as a driver. He tries to win the hearts of all family members. Eventually, Narottam’s both kidneys fail. Legally, only a family member can donate kidney. When Narottam’s both children refuse to donate a kidney, Abhishek can be his only savior provided he accepts him as his son. To know what happens next, watch acclaimed family drama.

બાબુભાઈ ઉઠી ગયા - Babubhai Uthi Gayaલોકોનું માનવું છે કે જેન્તીભાઈના પુત્ર બાબુને એઇડ્સ છે. બાબુના મૃત્યુ પછી કોઇ પણ તેની વિધવા પત્ની નીલિમા સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. જો કે વિધુર સુન્દરલાલ તેની સાથે લગ્ન કરવા માટે ખૂબ જ આતુર છે. શું તે નીલિમાની સુંદર પર મોહી ગયો છે કે પછી તેનો કંઈ બીજો જ ઈરાદો છે? જેન્તીભાઈ તેમના નાના પુત્ર ગોટુ સાથે નીલિમાના લગ્ન કરાવવા માંગે છે. નીલિમાના ભાગ્યમાં શું લખાયું છે? નોકરાણીના નખરા અને રમૂજી સંવાદો તમને ચોક્કસ પેટ પકડી ને હસાવશે.

Jentibhai’s son Babu is believed to be an AIDs patient. After Babu’s death, nobody is willing to marry Babu’s wife Neelima. However, widower Sundarlal is very keen to marry her. What is his real intention? Jentibhai wants his younger son Gotu to marry Neelima. What lady luck has in store for Neelima? Naughty maid-servant and raunchy dialogues will surely tickle your funny bones.

ફેમિલીનું ફ્રૂટ સલાડ - Family Nu Fruit Saladસારી આવક હોવા છતાં પણ રવિકુમાર (રાજીવ મેહતા) તેમના પરિવારજનોની વધતી જતી ભૌતિક ચીજ-વસ્તુઓની માગણીઓ પૂરી કરવામાં અસમર્થ છે. શું તેમની પત્ની અને યુવાન બાળકો ક્યારેય તેમના પરસેવાની કમાઈની કિંમત સમજી શકશે? મધ્યમ વર્ગ પરિવારની આ વાર્તા દર્શકોના હૃદય જીતવામાં સફળ થાય છે.

Though Ravi Kumar (Rajiv Mehta) is earning decent salary, he is unable to meet the growing materialistic demands of his family. Will his wife and young chlidren ever realize the value of his hard-earned money? A story that every middle class family can relate to .

ગાંધી તારી બીક છે, બાકી બધું ઠીક છે - Gandhi Tari Beek Chhe Baaki Badhu Thik Chheભ્રષ્ટ અને કથળેલ રાજકારણ સામે સામાન્ય માણસની લડાઈની આ વાર્તા છે. મહેન્દ્ર ગાંધી (વિપુલ વિઠલાણી) અને તેનું પરિવાર બૉમ્બ વિસ્ફોટનો શિકાર બનેલા પુત્ર આશિષને ન્યાય અપાવવા મથી રહ્યું છે. સમય જતા, મીડિયા પણ તેમની વહારે આવે છે. સમાજમાંથી સડો દુર કરવા માટે એક ક્રાંતિની જરૂર છે આ હકીકતનું તેમને ભાન થાય છે. તેઓ શું પરિવર્તન લાવે છે તે જાણવા માટે જુઓ આ નાટક જે તમને વિચારવા માટે વિવશ કરે છે.

It is the story of common man’s fight against our corrupt and faulty political system. Mahendra Gandhi (Vipul Vithlani) and his family is seeking justice for his son Ashish who has been a victim of bomb blast. Eventually, they manage to receive support from media. In the process, they realize that our society needs a revolution. To know what transformation they bring about, watch this thought-provoking drama.

વોન્ટેડ વરરાજા - Wanted Varrajaઆ વ્યંગ્યાત્મક નાટક આપણા સમાજમાં પ્રવર્તતી NRI મુરતિયા માટેની ઘેલછા તરફ ધ્યાન દોરે છે. પટેલ પરિવાર તેમની વ્હાલસોયી પુત્રી રિદ્ધિ (રિદ્ધિ દવે) માટે NRI છોકરો શોધી રહ્યું છે. રિદ્ધિને ઓસ્ટ્રેલિયાથી આવેલ રાહુલ સાથે પ્રથમ નજરનો પ્રેમ થાય છે. શું રાહુલ રિદ્ધિ માટે યોગ્ય વર છે?

It is a satirical comedy about our society’s obsession for NRI grooms. Patel family wants to get their charming daughter Riddhi (Riddhi Dave) married to NRI Rahul. Patels don't even bother to perform background-check of the prospective groom. Rahul and Riddhi fall in love at first sight. Eventually, the characters unfold and show their true colours.

બા તુસ્સી ગ્રેટ છો - Baa Tussi Great Chhoમાબાપનો વારસો તો બધા સંભાળે, પણ વારસાની ચિંતા કર્યા વગર માબાપને સંભાળે તે સંતાનને સંસ્કારી કહેવાય. જ્યારે પોતાનું જ લાડકવાયુ સંતાન તેની બૈરી સાથે મળીને, સંપત્તિ માટે માબાપની વિરુદ્ધ કાવત્રા કરે, ત્યારે માબાપ પર શું વિતતું હશે? વિપરીત પરિસ્થિતિમાં પણ બા અને બાપુજી તેમના બૈરીઘેલા પુત્ર અને સ્વાર્થી વહુથી હાર માનતા નથી અને ઈંટનો જવાબ પત્થરથી આપવાનું નક્કી કરે છે. વિશ્વાસઘાતનો ભોગ બનેલા તરછોડાયેલા માબાપની વ્યથાનું આ નાટકમાં સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે.

People we love the most are the ones who can hurt us the most. Parents bring up their children with utmost care and love. What emotional trauma parents go through when they get abandoned by their adorable child? Abandoned and disheartened parents decide to teach their ungrateful son and insensitive daughter-in-law a lesson. Will they succeed?

પલ્લવી બની પાર્વતી - Pallavi Bani Parvatiપરિવારજનોએ પલ્લવી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે કારણ કે તે ડાન્સ-બારમાં કામ કરે છે. પલ્લવી તેની બહેન શિલ્પા માટે ખુબ જ લાગણી ધરાવે છે. જ્યારે શિલ્પાના સાસરિયાઓને પલ્લવીના વ્યવસાયની ખબર પડે છે ત્યારે તેઓ શિલ્પા સાથે સગાઈ તોડી નાખે છે. પલ્લવી આ દુઃખમાંથી ઉગરે તે પહેલા તે એક ખૂનની સાક્ષી બને છે. ખૂનીથી પલ્લવીને બચાવવા પોલીસ ઇન્સ્પેક્ટર તેને પાર્વતી નામની વિધવા તરીકે મહેતા પરિવારમાં નોકરાણીનું કામ અપાવે છે. મહેતા પરિવારની છાપ સમાજમાં સારી નથી. સમય જતા પલ્લવીને ખબર પડે છે કે મહેતાભાઈ અને તેમના બે પુત્રો સારા માણસો છે. વર્ચસ્વી હંસા મહેતા પરિવારજનો પાસે પોતાનું ધાર્યું કરાવે છે. જ્યારે પલ્લવીને ખબર પડે છે કે હંસાના કારણે જ શિલ્પાની સગાઈ તૂટી છે, પલ્લવી ત્યાં રહીને બધું બરાબર કરવાનો નિર્ણય કરે છે.

Family members have broken all ties with Pallavi as she works in a dance-bar. Pallavi truly adores her sister Shilpa. Shilpa’s enagement gets called off by her in-laws when they get to know about Pallavi’s profession. Before Pallavi overcomes grief caused by this incident, she ends up witnessing a murder. To save Pallavi’s life, police inspector makes her disguise as a widow named Parvati. She works as maidservant for Mehta Family that does not have very good image in the society. Eventually, Pallavi realizes that Mr. Mehta and his two sons are nice human beings. The dominant lady Mrs. Hansa Mehta is real trouble maker and she is also responsible for breaking her sister’s enagement. Though Pallavi knows that Hansa is tough nut to crack, she decides to stay there and set everything right. This drama is perfect blend of comedy and emotions.

ગુજ્જુભાઈની ગોલમાલ - Gujjubhai Ni Golmaalઅરવિંદ સાદગીમાં માનવાવાળો સંતોષી જીવ છે. પરંતુ સાસુ, સાળા અને ઘમંડી પત્નીની વધતી જતી માંગોને પૂરી કરવા તેણે દિવસ-રાત પ્રયત્ન કરવા પડે છે. પૈસા કમાવવા તે શોર્ટકટ અપનાવે છે. વિવિધ કૌભાંડકારી યોજનાઓનો શિકાર બન્યા પછી અરવિંદને ભગવાન યાદ આવે છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કર્યાં પછી અરવિંદનો લોભ માઝા મુકે છે. અત્યંત રમૂજી નાટક.

Being unable to meet his wife’s ever-increasing demands, Arvind (Siddharth Randeria) strives to make easy money. He tries a few options to make a quick buck. To his misfortune, all of them turnout to be scams. Subsequently, he realizes that God has blessed him to make his dreams come true. His greed knows no limit and he gets entangled in his own trap. Is there a way out? This drama comes with 100% Uproarious Laughter Guarantee.

રાજ્જા લાગ્યુ તો તીર - Rajja Lagyu To Teerઆર્કિટેક્ટ પતિ અને તેમની સુંદર પત્ની સોમથી શુક્ર તેમના પેડર રોડના આલિશાન ફ્લેટમાં રહે છે, જ્યારે શનિ-રવિ તેમના મડ આઈલેન્ડના બંગલામાં મહાલે છે. તેનાથી ઉલટુ, તેમની જાણ બહાર અવિનાશ શનિ-રવિ તેમના આલિશાન ફ્લેટમાં રહે છે અને શનિ-રવિ તેમના મડ આઈલેન્ડવાળા બંગલામાં. એક દિવસ પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય છે અને પત્ની મડ આઈલેન્ડ જવાની બદલે પેડર રોડના ફ્લેટ પર પછી આવી છે. પોતાના ફ્લેટમાં એક અજાણ્યા પુરુષ (અવિનાશ) ને જોઈ તે હેરાન થઈ જાય છે. અવિનાશને મળવા તેની ગર્લફ્રેન્ડ સંતુ, સંતુની પાછળ તેનો બાપ અને બીજા અનેક લોકો આવી ચઢે છે અને શરૂ થાય છે હાસ્યની ધમાચકડી. અરરરર... કેતકી દવે કોમેડી રોલમાં તદ્દન છવાઈ જાય છે.

Architect husband and his beautiful wife live in their luxurious flat at Peddar Road during weekdays. They spend weekends at their Madh-Island bungalow. While they are away from their home, homeless Avinash seeks refuge in their home and bungalow without their knowledge.
One day, while heading for their bungalow, husband and wife end up having altercation and angry wife returns home only to find a stranger (Avinash) in their flat. To make matter worse, Avinash’s girlfriend and girl friend’s father also reach there and Comedy of Errors follows. Watch Arararara.. fame Ketaki Dave’s hilarious performance in this rib-tickiling comedy.

નિયતિ - ગુજરાતી નાટક - Niyati - Gujarati Natakસફળતા એટલે જે ગમે તે મેળવવું, અને ખુશી એટલે જે મળે તે પસંદ કરવું. છેલ્લા શ્વાસ લેતા પિતા નિયતિને આંસુમાં પણ આનંદ શોધવાની રમત શીખવે છે. પિતાના નિધન બાદ અનાથ નિયતિ તેની કઠોર હૃદયની માસી સાથે રહેવા લાગે છે. માસીએ આપેલી સજામાં પણ તે ખુશી શોધી લે છે. આસપાસના લોકોના જીવનમાં ખુશી વરસાવનાર નિયતિ એક દુર્ઘટનાનો ભોગ બને છે. તે આ વિધિના વિધાનને પણ સકારત્મકતા સાથે સ્વીકારે છે કારણ કે આ દુર્ઘટના તેની માસી અને એમના ભૂતપૂર્વ પ્રેમીના પુનર્મિલનનું કારણ બની શકે છે.

"Happiness is a state of mind". To be happy or otherwise depends more on mindset than circumstances. During his last breath, Niyati’s father teaches her to be happy desipte all adversities. After father’s demise, Niyati starts staying with her insensitive and broken-hearted Kanchan aunty. She finds a reason to be happy even when she is punished or ill-treated by her aunt. Even when catastrophe strikes on her, she does not lose her courage. With her pleasing personality, she wins over everyone around except her aunt. Will she ever be able to bring happiness in her aunt’s life?

કાંતિ તોફાને ચડ્યો - Kanti Tofane Chadyoઈમાનદાર કસ્ટમ ઓફિસર કાંતિલાલ તેમની મર્યાદિત આવકમાં ખુશ છે અને તેમને ટેબલ નીચેની કમાઈમાં જરા પણ રસ નથી. તેમની પત્ની સાક્ષીને તેમની ઈમાનદારી કંઈ ખાસ પસંદ નથી. તેમનો દીકરો પિન્ટુ ક્રિકેટમાં પાવરધો છે. એક દિવસ પિન્ટુ ચક્કર ખાઈ જમીન પર ઢળી પડે છે. તેના ઈલાજ માટે 70 લાખ રૂપિયાની જરૂર છે. દીકરાનો જીવ બચાવવા કાંતિલાલ કેવા તોફાને ચઢે છે તે જાણવા માટે જુઓ પ્રવિણ સોલંકી દ્વારા લિખીત અને ટીકુ તલસાણીયા દ્વારા અભિનિત આ લાગણીસભર નાટક.

Honest Custom Officer KANTILAL (Tiku Talsania) is happy with his limited income. His wife does not like his honesty much. His son Pintu is an ace cricketer. One day, Pintu faints on the floor and becomes unconscious. An operation to save Pintu’s life would cost Kantilal Rs.70 lakhs. To know how Kantilal turns the world upside down to save his son’s life, watch this emotional play written by Pravin Solanki.

રાત આવી લફડા લાવી - Raat Aavi Lafda Laviપત્નીની ગેરહાજરીમાં એક સીધોસાદો વેપારી માણસ (અરવિંદ વેકરીયા) તેના ભાગીદારની વાતમાં આવી, પોતાની રાત રંગીન કરવા કોલ-ગર્લને ઘરે બોલાવે છે. બસ, ત્યારથી જ તેની પનોતી બેસે છે અને શરૂ થાય છે હત્યાઓ અને પોલીસની પૂછપરછનો દોર. પોલીસ અસલી ગુનેગારનું પગેરું પકડી શકશે? જાણવા માટે જુઓ આ સસપેન્સ નાટક જે તમને અંત સુધી જકડી રાખે છે.

In absence of his wife, Sharad (Arvind Vekaria) parties with his friend and business partner Abhishek(Mehul Buch). Under the influence of alchohol, Abhishek convinces Sharad to invite call-girl at his place and have some fun. What pursues is series of murders and never-ending police investigation. After all, who is the mastermind? To know, watch this suspense yet comedy drama that keeps you on the edge of seat till climax.

આપણે તો ધીરુભાઈ - ગુજરાતી ફિલ્મ - Aapne To Dhirubhai - Gujarati Filmમાનો લાડલો ધીરેન્દ્ર (વ્રજેશ હીરજી) 30 વર્ષનો ઢગો થયો પણ હજુ કોલેજમાં જ છે. ધીરુભાઈ અંબાણીથી પણ વધારે શ્રીમંત બનવાના સપના સેવતા ધીરુના ખિસ્સા ખાલી છે પણ ભપકા ભારી છે. તેના નખરા જોઈને એક દિવસ કોલેજમાં તેને કોઈ હકીકતમાં પૈસા કમાડીને દેખાડવાનો પડકાર ફેંકે છે. મનગમતી છોકરી બાજુમાં ઉભી હોય ધીરુ વટમાં ને વટમાં આ પડકાર ઝીલી લે છે. બિઝનેસનો B પણ ન જાણતો ધીરુ મા ની મદદથી બાપા પાસે ધંધો કરવા પૈસા કઢાવે છે. એક પછી એક અનેક ધંધામાં છબરડા કરનાર ધીરુ પરિવારનો જ નહીં પણ તેની ગર્લફ્રેન્ડનો પણ વિશ્વાસ ગુમાવી બેસે છે. હવે ધીરુનું શું થશે?

This laughter-riot is a story of young lad Dhirendra (Vrajesh Hirjee) whose role-model is business tycoon Dhirubhai Ambani. He often immitates his idol. One day, someone dares him in front of his crush to become richer than Dhirubhai and he ends up accepting the challenge. With the help of his mother, he convinces his father to finance his business ideas couple of times. However, all his ideas turn out to be blunders. Not only his parents but his girl-friend also gives up on him and he finds himself in miserable situation. How will he win them back? To know, watch this Urban Gujarati Movie.

વર મારો લગ્ને લગ્ને કુંવારો - Var Maro Lagne Lagne Kunwaroછેલબટાઉ મનોજકુમારના અનેક સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેમને પોતાની પત્નીની લાગણીઓની જરા પણ દરકાર નથી. ભાગ્યવિધાતા મનોજને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. કેવી રીતે? જાણવા માટે જુઓ આ પારિવારિક રમૂજી નાટક જે દરેક પુરુષને એક નૈતિક સંદેશ આપે છે. કોમેડી ક્વીન પ્રતિમા ટી.ની રમુજો તમને પેટ પકડાવીને હસાવશે.

Being a promiscuous guy, Manoj is having affairs with many women. He does not care about his wife’s feelings. Destiny decides to teach lecherous Manoj a lesson. To know how, watch this family comedy drama that teaches every man a moral lesson. Comedy queen Pratima T. makes you burst into uproarious laughter.

પપ્પા આવા જ હોય છે - Pappa Avaj Hoy Chheએક પિતા માટે તેના સંતાનની ખુશીથી વિશેષ કશું જ નથી હોતું. એક પ્રમાણિક સરકારી કર્મચારી રાજેશ (ધર્મેશ વ્યાસ)ને તેના પુત્રની અભિલાષાની જાણ થાય છે... એક એવું દિવાસ્વપન જેને સાકાર કરવું મધ્યમ વર્ગીય માણસના ગજાની બહારની વાત છે. વાત ને ઉડાડી દેવા તે પુત્ર સમક્ષ એક મોટો પડકાર ફેંકે છે અને પુત્ર આ પડકાર સ્વીકારી લે છે. હવે જો પુત્ર સફળ થાય તો તેનું સપનું પૂરું કરવું પિતા માટે એક પડકાર બની જશે. ૩૦૦થી પણ વધારે શો પૂર્ણ કરનાર આ નાટકમાં પિતા-પુત્ર વચ્ચેના ભાવનાત્મક સંબંધોના તાણાવાણાને ખૂબ જ અસરકારક રીતે વણી લેવામાં આવ્યા છે.

For a father, nothing is more important than his child’s happiness. An honest government employee Rajesh (Dharmesh Vyas) realizes his son Hitansh has his own aspiration… a dream that is too big to fit into his small pocket. He dares his son to perform an almost impossible task. If Hitansh succeeds, fulfilling his dream is going to be a big challenge for Rajesh. The drama with more than 300 shows worldwide explores the intricacies of emotional bond between father and son.

પોલમપોલ - ગુજરાતી ફિલ્મ - Polam Pol - Gujarati Comedy Full Filmએક છે ફૂલ અને ચાર છે માળી ... કોણ ખાશે મેવા અને કોને આપશે નસીબ હાથ-તાળી ... જાણવા માટે જુઓ - ગુજ્જુભાઈ ધ ગ્રેટના જિમીત ત્રિવેદીની કમાલ-ધમાલ કોમેડી ફિલ્મ પોલમ પોલ ..
તેમ છતાં દુગ્ગી (ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફેમ જિમીત ત્રિવેદી) અને મોન્ટુ (ઓજસ રાવલ) ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નજીકના મિત્રો અને સંઘર્ષો ધરાવે છે, પરંતુ તેમની પાસે ઘણી સામાન્ય નથી. જ્યારે મહત્ત્વાકાંક્ષી ફિલ્મ દિગ્દર્શક દુગ્ગી થોડી હેરફેર છે, મોન્ટુ સરળ અને પ્રમાણિક છે. તેઓ બંને તેમના ભૂતપૂર્વ કોલિમેમેટ અંજલી (જિનલ બેલાની) સાથે પ્રેમમાં છે. શ્રેષ્ઠ મિત્રો શત્રુઓમાં ફેરવે છે જ્યારે તેઓ એકબીજા સાથે અંજીરી માટે તેમની ભાવનાઓ શેર કરે છે. મંગિલાલ (જયેશ મોરિયા) અને ભીખુલાલ (પ્રેમ ગઢવી) બહેન છે, જેમણે એક ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરવાના સપના સાથે, ગામથી અમદાવાદ સ્થળાંતર કર્યું છે. દુગ્ગી અને મોન્ટુ તેમની દુકાનમાં વારંવાર મુલાકાતી છે અને ભાઈઓ સાથે એક બિલાડી અને માઉસ સંબંધો વહેંચે છે. અકસ્માતે, મંગિલાલ અને ભિકુલાલમાં અંજલિ ઊભી થાય છે અને બંનેને અંજલિ દ્વારા બેસાડવામાં આવે છે અને અંજલિની સામે એકબીજા સામે આક્રમણ કરવાનો પ્રયાસ કરે છે. બધા ચાર વ્યક્તિઓ અંજલી સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ આખરે શું થશે? આનંદી ઘટનાઓ, મેનિપ્યુલેશન્સ, અંધાધૂંધી અને જેમની એક રોલર-કોસ્ટર રાઈડ નીચે શું છે - આ મૂવી તંદુરસ્ત મનોરંજક બનાવે છે.

Though Duggi (Gujjubhai The Great fame Jimit Trivedi) and Montu (Ojas Rawal) are close friends and strugglers in Gujarati Film Industry, they don't have much in common. While an aspiring film director Duggi is bit manipulative, , Montu is simple and honest. They both are in love with their ex-collegemate Anjali (Jinal Belani). Best friends turn into foes when they finally share their feelings for Anjali with each other. Mangilal (Jayesh More) and Bhikhulal (Prem Gadhavi) are siblings who have migrated to Ahmedabad from village, with dreams to get married to a film actress. Duggi and Montu are frequent visitors to their shop and share a cat and mouse relationship with the brothers. Accidently, Anjali bumps into Mangilal and Bhikulal and both of them get besotted by Anjali and try to outsmart each other in front of Anjali. All the four guys want to marry Anjali, but who eventually will? What follows is a roller-coaster ride of hilarious incidents, manipulations, chaos and like - making this movie wholesome entertainer.

આ ફેમિલી કોમેડી છે - Aa Family Komedy Chheસિદ્ધાંતવાદી ગંગાદાસને તેમના પુત્ર જમનાદાસ(સંજય ગોરડિયા)ની બેઈમાની અને સહેલાઈથી નાણા બનાવવાની તરકીબો આંખમાં કણાની જેમ ખૂંચે છે. પણ તેઓ પુત્રને ટોકવા સિવાય બીજુ કાંઈ કરી શકતા નથી. ગંગાદાસ ગંભીર બીમારીનો ભોગ બને છે અને જમનાદાસની અનૈતિક કમાણીથી ઈલાજ કરાવવાનો ઘસીને ઇન્કાર કરી દે છે. લાચાર જમનાદાસ પિતાનો જીવ બચાવવા એક એવા ટીવી શૉ માં ભાગ લે છે જેમાં તેણે માત્ર સત્ય જ બોલવાનું છે. ઇનામમાં જીતેલી રકમ તેના પિતાનો જીવ બચાવી શકે છે. ટીવી શૉ માં જમનાદાસ પોતાના કુકર્મોને છુપાવવા અવનવા પેંતરા કરે છે અને રચાય છે હાસ્યની હારમાળા.

A man of principle Gangadas is very much upset with his manipulative son Jamnadas’(Sanjay Goradia) dishonesty and easy-money making tactics. Gangadas gets diagnosed of serious illness. However, he refuses to undergo medical treatment with Jamndas’ unethical earnings. Poor Jamnadas sees a ray of hope when he gets an opportunity to participate in reality show that requires him to speak nothing but the truth. The prize money can save his father’s life. What pursues is Jamnadas’ antics to juggle every truth with a lie. This Diwali enjoy this hilarious stress-buster!

૩ ડોબા - ૩ મિસ્ટેક્સ ઓફ ગોડ - 3 Doba - 3 Mistakes of Godસુપ્રસિદ્ધ લેખક વિલિયમ શેક્સપિયરે કહ્યું છે,""નામમાં શું રાખ્યું છે? ગુલાબને બીજા કોઈ નામથી બોલાવો તો પણ તેની સુગંધમાં કોઈ જ ફર્ક પડતો નથી."" આ કોમેડી ફિલ્મના મુખ્યપાત્રોમાં તેમના નામ અનુસાર એક પણ ગુણ નથી. નયન પ્રજ્ઞાચક્ષુ છે, ઘ્વનીત ઘ્વનીરહિત (મૂંગો) છે, જ્યારે કરન બહેરો છે. વાર્તા એક અણધાર્યો વળાંક લે છે જ્યારે આ ત્રણેય ભાઈઓ ત્રણ સુંદર છોકરીઓને મળે છે. ફિલ્મનું સંગીત વાર્તાને વધુ મજેદાર બનાવે છે.

This Urban Gujarati Comedy movie is a story of three brothers named Nayan, Dhwanit & Karan. William Shakespeare has rightly said that “WHAT IS THERE IN A NAME? THAT WE CALL ROSE, BY ANY OTHER NAME WOULD SMELL AS SWEET”. These three brothers have disabilities which contradict their name. Nayan is visually impaired (blind), Dhawanit is mute and Karan can’t hear at all. The story takes unexpected turn when they meet three beautiful girls. Nishith Brahmbhatt, Chetan Daiya and Nirav Mashruwala have brilliantly played lead characters. Catchy music and hummable songs are just icing on the cake.

ફાધર મારા ગોડફાધર - Father Mara Godfatherકરોડપતિ ભોગીલાલ (અમિત દિવેટિયા) પોતાની આવડતથી નીચેથી ઉપર આવ્યા છે. જ્યારે તેઓ પુત્ર શ્રવણને ફિલ્મ બનાવવા માટે પૈસા આપવાનો ઇનકાર કરે છે ત્યારે કળીયુગનો શ્રવણ બાપને વેચવાનો નિર્ણય કરે છે. કરોડોનો વારસો મેળવવાની લાલચે એક ગુંડો (કમલેશ ઓઝા) ભોગીલાલને ખરીદે છે. ભોગીલાલ ગુંડાનું હૃદયપરિવર્તન કરે છે અને બંને મળીને લોભી પુત્રને પાઠ ભણાવવાનું નક્કી કરે છે.

Rich Bhogilal (Amit Divetia) is a self-made person. When he refuses to produce his son Shravan’s debut movie, Shravan decides to sell him. He finds a buyer in the local goon (Kamlesh Oza). Bhogilal not only reforms the goon but both of them decide to teach the greedy son a lesson.

બસ એક ચાન્સ - ગુજરાતી ફિલ્મ - Bas Ek Chance - Gujarati Filmફિલ્મજગતમાં નામ કમાવવા માંગતા એક યુવાન કલાકારની આ હૃદયસ્પર્શી વાર્તા છે. પરિવારજનોના વિરોધ અને તમામ મુશ્કેલી છતાં પણ આ યુવાન એક એવી તક મેળવવા પ્રયાસો કરે છે જે તેની જિંદગી બદલી નાખે. રાજીવ મહેતા (ખીચડી સિરિયલના પ્રફુલ) એ મધ્યમવર્ગીય પિતાની યાદગાર અને પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.

The story revolves around a young artist who leaves no stone unturned to make a foray into film industry. Amidst all adversities and opposition from family, the artist yearns for an opportunity that will eventually change his life. Once again, Rajeev Mehta (Khichdi fame Praful) casts his spell in the role of middle-class father.

ઋતુનો રિતિક - Rutu No Hritikમા-વિહોણી ઋતુ તેના પિતા વેલજી સાથે સ્નેહના અત્યંત મજબૂત સેતુથી જોડાયેલી છે. વેલજીને ત્યારે જબરદસ્ત આંચકો લાગે છે, જ્યારે ઋતુ તેના મનપસંદ છોકરા પવન સાથે તેમની મુલાકાત કરાવે છે. વેલજી કોઈ પણ યોગ્ય કારણ વગર દીકરીને પસંદને નાપસંદ કરી નાખે છે. શું વેલજી દીકરીના પ્રેમમાં બીજા કોઈ સાથે ભાગ પડાવવા નથી માંગતા? શું વેલજીને પવનની ઈર્ષા થાય છે? વેલજીને મનાવવા ઋતુ અને પવન જાત-જાતના પાપડ વણે છે. શું તેમને સફળતા મળે છે? જાણવા માટે જુઓ આ રમુજી લવ-સ્ટોરી.

After death of his wife, Velji brings up his daughter Rutu with great care and love. He is too attached to Rutu emotionally. When Rutu introduces his boyfriend Pawan to Velji, Velji gets taken aback completely. He just can’t stand the fact that her daughter has chosen her life-partner. May be, he is jealous of Pawan and does not want to share his daughter’s love with anyone else. For no valid reason, he rejects the guy straightaway. Pawan tries to impress Velji by moving into his house. Will he be able to impress Velji?

ફેમિલીની દાંડી કુચ - Family Ni Dandikuchબે ભાઈઓ તેમની પત્ની અને પિતા સાથે એક જ ઘરમાં રહે છે. મોટા ભાઈનું તેની બૈરી આગળ કાઈ ચાલતું નથી, જ્યારે નાના ભાઈએ પત્નીને ખુબ જ દાબમાં રાખી છે. દેરાણી-જેઠાણી વચ્ચે સાપ અને નોળીયા જેવો સંબંધ છે. એક તાંત્રિક તેમના ઘરે આવે છે અને નાની વહુને પતિને કાબુ કરવા એક મંત્ર આપે છે. આ મંત્ર વિપરીત પરિણામ આપે છે અને બધાની જાણે પનોતી બેસે છે. કોઈ જ રસ્તો ન દેખાતા દેરાણી-જેઠાણી 'ગાંધીગીરી' પર ઉતરી પડે છે. શું આજના જમાનામાં ગાંધીગીરી કામ કરે છે?

FAMILY NI DANDIKUCH is a family drama that advocates 'Gandhigiri'. A widower (Jaydeep Shah) is living with his disintegrated family which includes two sons and their wives. His two sons are poles apart. Elder one is henpecked husband and younger one is very domineering husband. Their wives can’t stand each other at all. The situation gets more complicated when a Tantrik visits their home with a miraculous remedy. The trick misfires and two sisters-in-law resort to Gandhigiri to set everything right. Does Gandigiri really work in modern times?

નો એકઝીટ - No Exitમુંબઈ શહેરમાં વસઈની ખાડી પાસે એક એવું ઘર છે જ્યાં લોકોને ફક્ત Entry એટલે કે પ્રવેશ મળે છે, પણ ત્યાંથી કોઈ જીવતું Exit (પ્રસ્થાન) કરી શકતું નથી. આ ઘરમાં એવા તે ક્યા રહસ્યો છુપાયેલા છે કે તે જાણી જનારને ઘરમાં જ ગોંધાય રહેવું પડે છે? વસઈમાં રહેતા અને જીવનની પોણી સદી પાર કરી ચૂકેલા ભગીરથ અને કરુણા (સંતુ રાજડા) ને માહિતી મળે છે કે મુંબઈ પર મોટો આતંકવાદી હુમલો થવાનો છે અને આતંકવાદીઓ વસઈની એક હોટેલમાં જ સંતાયેલા છે. તેઓ આ માહિતી આપવા મુંબઈના DCP રઘુવંશી (દિલીપ દરબાર) ને ઘરે બોલાવે છે. એક વાર પ્રવેશ કર્યા પછી DCP માટે પણ બહાર નીકળવાના બધા રસ્તા બંધ થઈ જાય છે. ત્યાર પછી જે કોઈ પણ એ ઘરમાં જાય છે તેના પણ એવા જ હાલ થાય છે. સુપરહિટ થ્રીલર જેમાં કોમેડી અને સસ્પેન્સનો ભાગ્યે જ જોવા મળતો અદભુત સમન્વય જોવા મળે છે.

On the outskirts of Mumbai city, there is a house near Vasai creek which allows ENTRY only and there is NO scope of EXIT or escape from this house. One who gets to know the secrets of this house either stays inside forever or comes out dead. An elderly couple - Bhagirath and Karuna (Santu Rajda) is living in Vasai suburb of Mumbai. Somehow, Raghuvanshi gets to know about future terrorist attacks in Mumbai and terrorists’ hideout. To share this information, he invites Mumbai's Deputy Comissioner of Police Mr. Raghuvanshi at his home. The moment DCP steps inside the house, he realizes that he is trapped and there is no way out. Few more people who enter the house thereafter are also unable to move out. This thrilling Natak is perfect fusion of Susepnse and Comedy and makes audience laugh during some of dreaded moments also.

બૈરી મારી આતંકવાદી - Bairi Maari Aatankwadiદેવેન્દ્ર (મુનિ ઝા) એક કંપનીમાં મેનેજર હોવા સાથે કરોડોની જમીનનો વારસદાર છે. એક કંપની તેને એ જમીન માટે 300 કરોડની ઓફર કરે છે. કહેવાય છે ને વારસાની સંપત્તિ પચાવવી અને સાચવવી ખુબ જ અઘરું છે. પૈસો હાથમાં આવતા પહેલા જ દેવેન્દ્ર અને તેના સંતાનો બેફામ ખર્ચા કરવા લાગે છે. દેવેન્દ્રની પત્ની સરોજ તેના પરિવારજનોને પૈસા વેડફતા રોકવા ઈચ્છે છે, પણ તેનું કોઈ સાંભળવા તૈયાર નથી. આ બધું સાંખી ના શકતા દેવેન્દ્રની સ્વર્ગસ્થ માતાની આત્મા તેની પત્ની સરોજના શરીરમાં પ્રવેશે છે અને બધાની શાન ઠેકાણે લાવે છે. ખુબ જ રમૂજી સંવાદો અને લગ્નજીવન પરના કટાક્ષ તમને પેટ પકડીને જરૂર હસાવશે.

Devendra (Muni Jha) is working as a manager in some company. He inherits a plot of land after death of his mother. When he receives offer of 300 crores from some company for this land, he kind of gets blown out of his mind. Devendra and his kids who have followed middle-class life style so far become real spendthrift. Devendra's wife Saroj wants to stop their reckless expenses, but noone pays heed to her. Unable to bear the situation, departed soul of Devendra's deceased mother possesses his wife's body and teaches all family members a lesson. Funny dialogues and hilarious PJs make audience burst into non-stop laughter.

મુસાફિર છું યારો - ગુજરાતી ફિલ્મ - Musafir Chhu Yaaro'મુસાફિર છું યારો' પિતા-પુત્ર અને ત્રણ મિત્રો વચ્ચેના સંબંધો પર આધારિત સમકાલીન ફિલ્મ છે. ત્રણ મિત્રો પોતાના રોજિંદા જીવનથી કંઈક અલગ કરવા પોતાના બાઈક પર ગુજરાતના પ્રવાસ પર નીકળી પડે છે. રોડ યાત્રા દરમિયાન, તેમને વિવિધ પ્રકારના લોકો મળે છે. જુદાજુદા સ્થળોએ અવનવા લોકોને મળવાથી અજયના દૃષ્ટિકોણમાં ઘણું પરિવર્તન આવે છે. સંબંધોને અવગણતો અજય નકારત્મક વલણ છોડીને દુનિયાને જેવી છે તેવી સ્વીકારતા શીખે છે.

Musafir Chhu Yaaro is a very contemporary movie about relationship between father and son on one hand and three friends on the other. Three buddies embark on a road trip on their bikes. During journey, protagonist Ajay (Vasim Bloch) meets different kind of people. This interaction transforms him completely and changes the way he sees the world. Commitment phobic Ajay now finds the world a better place to live in and is no longer afraid of getting into relationship.

શોધ પ્રતિશોધ - Shodh Pratishodhમહત્વાકાંક્ષી નંદિની તેના શ્રીમંત પિતાની ઇચ્છા વિરુદ્ધ સંઘર્ષ કરતા લેખક શેખર સાથે પ્રભુતામાં પગલા પાડે છે. શેખરની મર્યાદિત આવકમાં નંદિનીની જરૂરિયાતો તો પુરી થાય છે પણ તેના શોખ અધૂરા રહી જાય છે. અંતે નંદિની નવજાત બાળકી પ્રિયાને લઈ પિતાના ઘરે પછી ફરે છે. દીકરીના પ્રેમને કારણે શેખર પણ સાસરિયાઓ સાથે રહેવા લાગે છે. પરંતુ, વારંવાર તેના સ્વાભિમાનને ઠેસ લગતા તેણે નંદિની અને પુત્રી પ્રિયાને કાયમ માટે છોડવા પડે છે. મોટી થઈને પ્રિયા (અમી ત્રિવેદી) રાહુલ સાથે લગ્ન કરવા તેની માતા નંદિનીની મંજૂરી માગે છે. નંદિની ઘર-જમાઈ બનવાની શરત મુકે છે જેનો રાહુલ હસતેમોઢે સ્વીકાર કરે છે. શું ફરી એક વાર ઇતિહાસનું પુનરાવર્તન થશે? રાહુલ અને પ્રિયાનું લગ્નજીવન કેટલું ટકશે?

Nandini marries a struggling writer Shekhar against her wealthy father’s will. As Shekhar finds it difficult to meet Nandini’s economic expectations, she goes back to her father’s place with their newborn baby Priya. Love for his daughter causes self-esteemed Shekhar to move into in-laws’ house but the rich and poor divide cause Shekhar and Nandini to go apart. Years later, grown-up Priya (Ami Trivedi) decides to marry Rahul Mehta. Nandini approves of marriage on condition that Rahul will live with his in-laws post-marriage. Rahul accepts the condition. Does he lack self-esteem or he has some hidden motive behind it?

છેલ્લો દિવસ - ગુજરાતી ફિલ્મ - CHHELLO DIVAS - Gujarati Filmઆ ફિલ્મ આઠ મિત્રોના જીવનની આસપાસ ફરે છે, તેમના સંબંધો, પ્રેમ અને કરુણા, કોલેજના દિવસોના અંત અને નવા જીવનની શરૂઆતના વધવા, ઉંચાઈ અને ઊછાળાના પ્રવાસનું પ્રદર્શન કરે છે.

The Movie revolves around the lives of eight friends, showcasing their journey of growing up, highs and lows of their relationship, love and compassion, end of college days and beginning of a new life.

અવસર આવીને ઉભો આંગણે - Avsar Aavi Ne Ubho Aangneકુંજકિશોરના ૭૫મા જન્મદિવસે તેમની પત્ની સ્નેહપ્રભા અલગ રહેતા ત્રણ બાળકોને આમંત્રણ આપે છે. પરંતુ પરિવારજનો વચ્ચેના દબાયેલા જુના મતભેદો અને તકરારો બહાર આવે છે અને ઉજવણીની ધૂળધાણી થઈ જાય છે. ફરી એક વાર તેમની પત્ની અને બાળકો ઘરની શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરે છે. સુરેશ રાજડા અને સરિતા જોશીનો ઉત્કૃષ્ટ અભિનય આ નાટકને યાદગાર બનાવે છે.

On Kunjkishore's 75th birthday, his wife Snehprabha invites their three grown children for a surprise party. But the reunion is marred when old conflicts flare up, forcing the family to address some long-ignored unhealed wounds. As they celebrate Kunjkishore's big day, his wife and children also try to resolve their disputes and restore peace within their home. Watch Suresh Rajda and Sarita Joshi’s excellent performances in this heart-touching family drama.

જૂઠુ બોલો જલસા કરો - Jhuthu Bolo Jalsa Karoનોકરીનો ઇન્ટરવ્યૂ હોય કે લગ્નનું માંગુ, જીગ્નેશ રાયઠઠ્ઠા (જયદીપ શાહ) જ્યારે પણ સત્ય બોલે, લોકો તેની વાતને મજાકમાં ઉડાવી દે છે. તેનાથી વિપરીત, જ્યારે પણ તે ખોટું બોલે લોકો તેની વાતને વધાવી લે છે. જિજ્ઞેશ કવિતા સાથે પ્રેમમાં પડે છે અને પોતે એક સફળ ઉદ્યોગપતિ છે તેમ કહી તેની સાથે લગ્ન કરે છે. શ્રીમંત હોવાનો દેખાવ કરવા તે પોતાના એસ્ટેટ એજન્ટ મિત્ર અમિત પાસે વર્સોવાના બંગલામાં રહેવા મંજૂરી માગે છે. બંગલામાં રહેતા ભાડુત ચંદુલાલ યાત્રા પર ગયા હોય અમિત નવદંપત્તિને આ બંગલામાં રહેવા પરવાનગી આપે છે. જીગ્નેશ અને કવિતા હજી નવા ઘરમાં રહેવાની શરૂઆત કરે ત્યાં જ જીગ્નેશની સાસુ તેમની સાથે રહેવા આવી ચઢે છે. આટલું ઓછું હોઈ તેમ યાત્રા પર ગયેલા ભાડુત ચંદુલાલ અચાનક પાછા ફરે છે અને રચાય છે ગરબડ ગોટાળાની હારમાળા.

Be it job interview or marriage proposal, noone believes Jignesh Raithatha (Jaideep Shah) when he speaks the truth. Telling lies makes things easier for him and help him get what he wants. He falls in love with Kavita and marries her saying that he is a very successful businessman. In order to live up to a flashy lifestyle, he asks his estate agent friend Amit to allow him to stay in his client’s bungalow in Versova. Amit has already rented out this bungalow to Chandulal from Africa for three months. Since Chandulal has gone on a ten day pilgrimage, newly wed couple Jignesh and Kavita start living in this bungalow. Soon Jignesh finds himself in big trouble when his mother-in-law Chanchalben sells her house and comes to live with them. To make things worse, Chandulal Chanderia cuts his trip short and returns to bungalow. Comedy of errors where chaos and hilarious dialogues evoke laughter.

સપ્તપદી - ગુજરાતી ફિલ્મ - Saptapadii - Gujarati Filmસિદ્ધાર્થ અને સ્વાતી પોતાના લગ્નજીવનના ૨૦ વર્ષ પુરા થવાની ઉજવણી કરવા સાપુતારા જાય છે. ત્યાં સ્વાતીની મુલાકાત મોહસીન નામના બાળક સાથે થાય છે. મોહસીનને જીવનમાં કોઈ મોટો આઘાત લાગ્યો છે. સ્વાતી તેને આ આઘાતની અસરમાંથી બહાર લાવવા ઈચ્છે છે. પોલીસ તેને અને તેના પતિને મોહસીનથી દૂર જ રહેવાની ચેતવણી આપે છે, પણ સ્વાતી પોતાની જાતને રોકી શકતી નથી. એવું લાગે છે કે સ્વાતીએ પોતાનું લગ્નજીવન જ નહીં પણ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો છે. આગળ શું થાય છે - જાણવા માટે જુઓ 'સપ્તપદી'.

Siddharth and Swati – the couple in late 40s decide to make their 20th Wedding Anniversary special. Their holiday in Saputara changes their life forever. Swati bumps into Mohsin – a traumatised child. It seems that this child has witnessed some heinous crime. Though police and her husband ask her to keep away from the child, Swati can’t help being with the child, taking care of him and thereby causing a rift in her marital life. Has Swati put her life in danger too?

વાહ! તમે પણ ગ્રેટ છો - Wah Tame Pan Great Chhoસગુણાદેવી સ્ત્રીઓના અધિકારો માટે લડતી કાર્યકર છે. તેમના બધા જ પરિવારજનો તેમણે બનાવેલા નિયમોનું અચૂક પાલન કરે છે. સમય જતા, તેમની પુત્રી નિશા એક કુખ્યાત ગેંગસ્ટર સાથ લગ્ન કરવા ઈચ્છે છે. સગુણા ભૂલથી એ ગેંગસ્ટરને પૈસાદાર સમજી લે છે અને લગ્ન માટે મંજૂરી આપે છે. પરંતુ લગ્ન પછી જમાઈ પુત્રીને સાથે લઈ જવાને બદલે સાસુના ઘરમાં જ ધામા નાખે છે. શું જમાઈ સગુણાદેવીએ બનાવેલા નિયમોને અનુસરશે? સગુણા તેનાથી છુટકારો મેળવી શકશે? જાણવા માટે, આ અદભુત કોમેડી નાટક.

Saguna Devi, a women rights’ activist, rules her house with an iron fist. Each of her family members has to follow the rules she has made for them. Eventually, her daughter Nisha plans to get married to a notorious gangster. Saguna believes the gangster to be rich and gives approval for the marriage. But after their marriage, her son-in-law decides to live at Saguna’s house instead of taking Nisha with him. Will he follow the rules set by Saguna Devi? Will Saguna be able to get rid of him? To know, watch this wonderful comedy.


ચાલ ધરમનો ધંધો કરીયે - Chaal Dharam No Dhandho Kariyeએક લુચ્ચા અને વગદાર બિલ્ડરની ચાલમાં સપડાયેલા કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સભ્યોને પોતાનું ઘર બચાવવા પૈસાની સખત જરૂરત પડે છે. જો તેઓ સમયસર બિલ્ડરને વળતર ન ચૂકવે તો તણખલું-તણખલું ભેગું કરીને બનાવેલો તેમનો માળો વિખાય જાય તેમ છે. ટૂંકા સમયમાં ખુબ જ પૈસા કમાવવા તેઓ જૂનો અને જાણીતો પણ અત્યંત સફળ નીવડેલો ધરમનો ધંધો અપનાવે છે. ગણપતિના તહેવાર દરમિયાન તેઓ ધાર્મિક નાટક કરે છે. અભિનયનો કક્કો પણ ન જાણતા લોકો નાટકમાં અનેક હાસ્યાસ્પદ છબરડાઓ કરે છે. દર્શકો તેમનો શું હાલ કરશે? શું આ ધર્મનો ધંધો કરીને તેઓ બિલ્ડરને પૈસા સમયસર ચૂકવી શકશે?

Having fallen into cunning builder’s trap, the members of co-operative society get united to find their way out. To save their home, they need to pay huge compensation to the builder in short period of time. Having no other option, they decide to pursue age-old lucrative business i.e. making money in the name of god and religion. They decide to do mythological drama during Ganpati Festival. These amateur actors’ hilarious goof-ups on the stage make audience burst in frenzied laughter. Will they be able to pay compensation to the builder on time?


ઈશ્વરની એક્સચેન્જ ઓફર - Ishwar Ni Exchange Offerસારૂ-નરસું, શુભ-અશુભ, નસીબ-કમનસીબ - આ બધું એક જ સિક્કોની બે બાજુઓ છે. કહેવાય છે ને કે વહેમનું કોઈ ઓસડ નથી. અપૂર્વની માતા અનેક અંધશ્રદ્ધાઓનો શિકાર છે, જ્યારે તેના પિતા એક સમજદાર વ્યક્તિ છે. તેમની સંબંધી રંભા કોઈ કારણસર તેમના પરિવારની શાંતિ ભંગ કરવાની એક પણ તક છોડતી નથી. રંભા અપૂર્વની માતાના મનમાં વહેમનું બીજ વાવે છે કે પરિવારમાં થતી બધી અપશુકનિયાળ ઘટનાઓ માટે તેમની થનારી વહુ દામિની જવાબદાર છે. સમય જતા, પરિવારજનો તો આ વહેમથી છુટકારો મેળવી લે છે પણ અપૂર્વ દામિની સાથે લગ્ન કરવા મૂંઝવણ અનુભવે છે.

Good and bad, lucky and unlucky, auspicious and the inauspicious are invariably two sides of the same coin. There is no cure for superstitions and blind faith. Apoorva's superstitious mother is a staunch believer of rituals and omens. On the contrary, his father was a man with rational thinking. His relative Rambha is hell-bent on creating havoc in his family for some reason. She plants a seed of doubt in Apoorva's mother's mind that the misfortunes of the family are due to the bad influences of Damini - their would-be daughter-in-law. The family somehow overcomes everything over a period of time, but Apoorva gets perplexed whether he should marry Damini or not. 


થપ્પો - એક મસ્તી ભરી રમત - Thappoકહેવાય છે કે વહેમનું કોઈ ઓસડ નથી. શંકાની આગ લગ્નજીવનના લીલાછમ વૃક્ષને પળભરમાં ભસ્મીભૂત કરી શકે છે. આ શંકા-કુશંકાને કારણે જ બે લગ્ન ભંગાણને આરે આવીને ઉભા છે. જો પતિ-પત્ની મન મોકળુ મુકીને વાત કરે તો ઘણી બધી સમસ્યાઓ આપમેળે જ ઉકલી જાય. રમૂજી નાટક 'થપ્પો'.

Suspicion is an ailment that has no cure. Lack of trust and growing intolerance are the root-causes of increasing divorces these days. Two marriages are on the verge of collapsing. To restore normalcy in their marital life and bridge the communication gap, all these couples need to do is talk frankly and sort out things. Thappo is a comedy play that brings up an important social issue. 


હાયલા રમીલા પાછી આવી - Haila Ramila Pachhi Aaviસુંદર રમીલાના લગ્ન એક એવા પરિવારમાં થાય છે જેના સભ્યોમાં એકતાનો અભાવ છે. રમીલા તેમને સંગઠિત કરવાના પ્રયાસ કરે છે. અચાનક તેનું અવસાન થાય છે. તાંત્રિક બુદ્ધિસાગર રમીલાના શરીરમાં એક પછી એક વિવિધ આત્માઓનો પ્રવેશ કરાવે છે અને ઘરમાં મચે છે હાસ્યની ધમાચકડી.

Beautiful Ramila (Dimple Shah) becomes part of a disintegrated family after her marriage. Ramila tries to unite her in-laws but in vain. She dies suddenly. Buddhisagar (tantrik) resurrects Ramila with different departed souls. Her body gets possessed by various characters, which creates hysterically funny situations. Family comedy drama that will surely make you burst into laughter.

મમ્મી મારી યમુના અમે એના નમુના - Mummy Mari Yamuna Ame Ena Namunaપ્રેમાળ માતાપિતા પોતાના બાળકને અતિશય કાળજી અને લાડથી ઉછેરે છે. આ જ બાળકો મોટા થઈ સંપત્તિ માટે માતાપિતાનો વિશ્વાસઘાત કરે છે, ત્યારે વાલીના કાળજાના કટકેકટકા થઈ જાય છે. મોટાભાગના વડીલોને તો આ આઘાતજનક સ્થિતિમાં શું કરવું તેની ખબર જ પડતી નથી. પરંતુ આ નાટકમાં મમ્મી યમુના તેમના લાલચુ નમૂનાની શાન ઠેકાણે લાવે છે. આ નાટક મહત્વપૂર્ણ સામાજિક દુષણ પર પ્રકાશ પાથરે છે. તરછોડાયેલા વૃદ્ધ માબાપો, 'માતૃ દેવો ભવ' અને ""પિતૃ દેવો ભવ""માં માનનાર સમાજની ખુબ જ શરમજનક હકીકત છે.

Loving parents leave no stone unturned to bring up their child with utmost care and affection. When kids grow up, they do not even realize as to what their parents will go through when they betray them for their property and abandon them. However, in this play, heartbroken mummy Yamnua decides to teach greedy son and daughter-in-law a lesson. Will she succeed? This play brings up important social issue. It is really saddening that this kind of incidents are common in a society that allegedly believes in MATRU DEVO BHAV and PITRU DEVO BHAV.

મને કોઈ રોકો મા - Mane Koi Roko Maઆનંદ (આશિષ ભટ્ટ) અને શોભાના લગ્નજીવનમાં રોજ-બરોજના ઝગડા સિવાય બીજું કંઈ ખાસ બચ્યું નથી. શોભા તેના પતિની આવકથી નાખુશ છે. એક દિવસ, વાદ-વિવાદમાં આનંદ શોભાને મહીને રૂ.૫૦૦૦ કમાવવાનો પડકાર ફેંકે છે. શોભા પડકાર ઝીલી લે છે. શું શોભા તેના પતિ કરતાં વધુ કમાઇ શકશે? આ વાતની તેમના વૈવાહિક જીવન પર કેવી અસર પડશે? જબરદસ્ત રમૂજી નાટક.

A married couple - Anand (Ashish Bhatt) and Shobha have been fighting with each other for the last 14 years. Shobha is not happy with her husband’s income. One day, they have a verbal dispute and Anand dares Shobha to earn at least Rs. 5,000 a month. Not to be undermined, Shobha takes up the challenge. Will Shobha earn more than her husband? How this will affect their marital life? Ultimate Comedy Drama.

હાફ ટિકિટ - ગુજરાતી ફિલ્મ - Half Ticket - Urban Gujarati Film 2017લવ (નયન શુકલા) અને રિયા (તોરલ ત્રિવેદી) એક જ કોલેજમાં ભણે છે. શરૂઆતના અણગમા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગરે છે અને બંને લગ્ન કરવા ઈચ્છે છે. બંને પ્રેમીપંખીડાઓના પિતા વચ્ચે વર્ષો પહેલા થયેલું મનદુઃખ તેમના લગ્નમાં અડચણ બની જાય છે. જિદ્દી કનુભા દીકરીના લગ્ન માટે વિચિત્ર અને અશક્ય લાગતી શરત મૂકે છે. કહેવાય છે ને કે પ્રેમ અને યુદ્ધમાં બધું જ વ્યાજબી હોય છે. આ શરત પુરી કરવા બંને પ્રેમીઓ અવનવા પેંતરા અજમાવે છે અને સર્જાય છે રમુજી ઘટનાઓની હારમાળા.
 
Everything is fair in love and war. Luv (Nayan Shukla) and Ria (Toral Trivedi) are collegemates but they can’t stand each other. Eventually, they realize they are made for each other and want to tie a knot. Toral’s father Kanubha already has some ageold personal scores to settle with Luv’s father. When stubborn Kanubha lays down weird condition to let her daughter wed her true lover, lovebirds find equally bizarre way to fulfill his condition. This leads to humorous blunders and funny situations. This romantic comedy movie is a complete entertainer and veteran actors Sanat Vyas and Sharad Sharma undoubtedly cast their spell on audience.  

એક ભૂલ વન્ડરફૂલ - Ek Bhool Wonderful


રસિક(અલીરઝા નામદાર) પુરુષ-પ્રાધાન્યમાં માનનારો એક અહંકારી પુરુષ છે. તે પત્ની, બહેન અને માતા પર હુકમ ચલાવે છે. તેને પાઠ ભણાવવા, અંબેમા તેની આત્માનો તેની પત્નીના શરીરમાં પ્રવેશ કરાવે છે. તે માતૃત્વની પીડા અને સ્ત્રીત્વનો અનુભવ કરે છે. આખરે, તે પણ માની જાય છે કે 'બા' એટલે સમગ્ર વિશ્વ અને બાપા એટલે બાનો માત્ર 'પા' ભાગ.
Rasik(Ali Raza) plays the role of a male chauvinist. He ill-treats his wife, sister and mother. To teach him a lesson, Goddess Ambe Maa makes him experience all the problems and hardships (including pregnancy) which women go through.

વાત બહાર જાય નહી - VAAT BAHAR JAAY NAHI50 વર્ષના દામ્પત્ય-જીવન બાદ, પ્રાણજીવનદાસ (સિદ્ધાર્થ રાંદેરિયા) પોતાના બધા કુકર્મોની પત્ની સમક્ષ કબુલાત કરે છે. જુગાર રમવા, દારૂ પીવા અને પરસ્ત્રીગમનના તેમના પ્રયાસ વિષે પત્નીને જણાવે છે. આ કબૂલાતથી, આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના વમળો સર્જાય છે અને આવે છે હાસ્યનું ઘોડાપુર. અંતમાં તેમની પત્ની પોતાનું એક ગુપ્ત રહસ્ય તેમની પાસે કબુલે છે અને તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. હાસ્યસમ્રાટ સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા નિર્દેશિત-અભિનીત નાટક.

After 50 years of marital life, Pranjivandas (Siddharth Randeria) confesses all his wrong doings before his wife. He admits his clandestine acts of gambling, drinking and even an attempt to commit adultery. This confession leads to hilarious accusations and counter-accusations which will surely make you burst into laughter. He is swept off his feet when his wife shares her secret with him. The acclaimed play is directed by superstar Siddharth Randeria who also plays the lead character.

રોમિયો & રાધિકા - Romeo & Radhika - Superhit Urban Gujarati Filmદરેક દર્શકને આ ફિલ્મનું કોઈને કોઈ પાત્ર પોતાની સાથે સમાનતા ધરાવતું લાગશે. આ ફિલ્મમાં મિત્રતા અને પ્રેમ વચ્ચે ઉભી થતી ગૂંચવણના જટિલ વિષયનું ખુબ જ સહેલાઇથી નિરૂપણ કરવામાં આવ્યું છે. રાહુલ (તુષાર સાધુ) તેની કોલેજ ફ્રેન્ડ રાધિકા (વિધિ પરીખ)ને પ્રેમ કરે છે, જ્યારે રાધિકા તેને માત્ર મિત્ર માને છે. તેમના બે જીગરી દોસ્ત રાહુલને રાધિકાનું હૃદય જીતવામાં મદદ કરે છે. તેમની નિખાલસ અને નિર્દોષ મિત્રતા અને મિત્ર માટે કઈંક કરી છૂટવાની ભાવના તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે. કોમેડી, સંગીત, ફોટોગ્રાફી, અભિનય - આ મૂવીને સંપૂર્ણ રીતે મનોરંજક બનાવે છે.

Everyone will be able to relate to this contemporary movie. It deals with intricate subject of friendship turned love-affection and complications arising therefrom. Rahul (Tushar Sadhu) is already in love with his best friend Radhika (Vidhi Parikh), whereas Radhika thinks of him as a friend only. Two of their buddies help Rahul win Radhika’s heart. The sheer simplicity of their friendship would win your heart and remind you of your college days. You might even wish that you had such friends and collegelife. Comedy, music, photography, acting – make this movie a perfect entertainer!!!

પારકે પૈસે લીલા લહેર - Parke Paise Lilalaher - ગુજરાતી નાટક


અભિનેતા બનવાના સપના જોતા સિદ્ધાર્થ (વિપુલ વિઠલાણી) પાસે આવકનો અન્ય કોઇ સ્ત્રોત નથી. ખિસ્સાખર્ચી માટે તે જ્યોતિષ બની લોકોના ભવિષ્ય ભાખે છે. એક દિવસ અંડરવર્લ્ડ ડોન સાથે તેનો ભેટો થાય છે અને ડોન વિષે તે એક ભવિષ્ય-વાણી કરે છે. કાગનું બેસવુંને ડાળનું પડવું - તેનું અનુમાન સાચું પડે છે. ડોન તેનો શિષ્ય બની જાય છે અને દરેક કાર્ય પહેલાં તેની સલાહ માંગે છે. સીબીઆઇ સિદ્ધાર્થને ડોનનો સાગરિત માને છે. આટલું ઓછું હોય તેમ ડોન સિદ્ધાર્થને હજી એક સરપ્રાઈઝ આપવા માગે છે. જુઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચંપકચાચા(અમિત ભટ્ટ)ને આ રમૂજી નાટકમાં!

Aspiring Actor Siddharth (Vipul Vithlani) does not have any other source of income. He pursues astrology as a profession. One day he bumps into underworld Don who forces him to make a prediction. Coincidentally, his prediction comes true. Don becomes his disciple and seeks his astro-advice before every task. CBI believes Siddharth to be Don’s accomplice. Don also has got some mind-boggling surprise for Siddharth. Watch Tarak Mehta Ka Ooltah Chasmah fame Champak Chacha(Amit Bhatt) in this laugh-riot! 

Pappa Mara Public LTD - પપ્પા મારા પબ્લિક Ltd. - ગુજરાતી નાટક


ક્રાઇમ બ્રાન્ચ ચીફ ગયોમસ ચાઈવાલા (દિન્યાર કોન્ટ્રાક્ટર) બિગ બેંગ ઇન્ટરનેશનલ ગ્રુપની માલિકીની હોટલ અને હોસ્પિટલમાં થતા ગુનાઓની તપાસ કરવા આવે છે. જ્યારે તેઓ હોસ્પિટલના કર્મચારીઓની પૂછપરછ કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે એક ડૉક્ટરની વર્ષો પહેલાની ગર્લ ફ્રેન્ડ અચાનક ત્યાં આવી ચઢે છે અને ડૉક્ટરને જણાવે છે કે તેઓ તેના ૧૭ વર્ષના પુત્રના પિતા છે. આ હકીકત પોતાની પત્ની અને પોલીસથી છુપાવવા માટે ડોક્ટર મનઘડિત વાર્તાઓ રચે છે અને તેમનું દરેક જુઠાણું બીજા સો જુઠાણાને જન્મ આપે છે. પરિણામે સર્જાય છે હાસ્યથી ભરપૂર ગેરસમજ અને ગરબડ ગોટાળા. ડબલ મિનીંગ ડાયલોગ અને રમુજી ઘટનાઓ આ નાટકને વધુ રસપ્રદ બનાવે છે.

The Chief of Crime Branch Mr. Gayomas Chaiwala (Dinyar Contractor) has come to investigate the crimes taking place in hotel & hospital owned by Big Bang International Group. While he is probing employees of the hospital, long lost girl-friend of Dr. Driver visits hostpital and informs him that he is father of her 17 year old son. To hide this fact from his wife and police, Dr. Driver starts cooking up stories and each lie leads to 100 other lies. Result is obvious - utter chaos and funny situations. Comedy of error with hilarious double meaning dialogues! Brilliant performance by all actors in this Parsi Natak. 

Commitment - Superhit Urban Gujarati Film 2017This film exposes the scams prevailing in pharmaceutical world -how people pursuing medical profession make money at the cost of poor patients. Though this movie brings up an important issue of corruption in the country, its elements of comedy and romance make it perfect entertainer. આ ફિલ્મ ફાર્માસિટીકલ જગતમાં થતા કૌભાંડો ને છતાં પાડે છે - કેવી રીતે ડૉક્ટર, હોસ્પિટલ, કેમિસ્ટ દર્દીની મહેનતના પૈસા તેની પાસેથી પડાવે છે.

Mare Javu Pele Paar - મારે જાવું પેલે પારઆ નાટકમાં રોહન મહેતા નામના એક નવયુકની આધ્યાત્મિક ઉન્નતિની વાર્તા ખુબ જ હૃદયસ્પર્શી રીતે દર્શાવાઈ છે. રોહનનો જન્મ એક શ્રદ્ધાળુ જૈન પરિવારમાં થયો છે. તે તેના માતાપિતાને બહુ પ્રેમ કરે છે, છતાં રોજબરોજ કરવામાં આવતા ધાર્મિક વિધિ, પૂજા અને કર્મકાંડની નિરર્થકતા બાબત તેનો ઘણી વાર માતા સાથે વાદવિવાદ થાય છે. રોહન તેના અભિગમમાં થોડો બિનસાંપ્રદાયિક છે અને તેથી જ તે સોનિયા લાલવાણી નામની સિંધી છોકરીના પ્રેમમાં પડે છે. તેના લગ્ન પરિવારની એકતામાં મતભેદોના વમળ ઉત્પન્ન કરે છે. નવી વહુ સોનિયા પરિવારના જૈન ધર્મનું પાલન કરે છે. એક અણધાર્યો વળાંક રોહનના જીવનની દિશા અને ધાર્મિક માન્યતાઓ (કે અમાન્યતાઓ) બદલી નાખે છે. રોહન એક એવો નિર્ણય લે છે જે કોઈ પણ માબાપ અને પત્ની માટે સ્વીકારવો મુશ્કેલ જ નહીં પણ અસંભવ હોય. ઇકબાલ દરબારનું સંગીત, શીલા બુટાલાના ગીતો અને જાવેદ અલીનું પ્લેબેક આ નાટકને વધુ યાદગાર બનાવે છે.

This is the last play of veteran actor Late Mukesh Raval. This play is our tribute to him. This play is all about spiritual awakening of the protagonist Rohan Mehta who is no different from any next door collegian. Handsome Rohan is born into a devout Jain family. While he adores his parents Dhansukh (Late Mukesh Rawal) and Savita, he is constantly at loggerheads with his mother over the futility of religious rituals in everyday life. Rohan is more secular in his approach and not surprisingly falls in love with a vivacious, Sindhi girl named Sonia Lalwani. Their ensuing marriage causes ripples in the family but through it all, Rohan's sister Manasi remains Rohan's greatest supporter and friend. Even as Sonia tries her hardest to win over the family and embrace Jainism, a dramatic turn of events makes Rohan question not only what he believed in his whole life but also what he has ardently disbelieved in. Faced with life's unpredictability, Rohan must make choices that will forever change his relationship with his family. The wonderful play is conceived by Rajendra Butala. The music by Iqbal Darbar, lyrics by Sheela Butala and playback by Jaaved Ali add scrumptious flavour to the play. 

Mari Wife Marry Kom - મારી વાઈફ મેરી કોમબોક્સિંગ ચેમ્પિયન મેઘા અને ચંદુ (સંજય ગોરડિયા) માટે લગન લાકડાનો લાડુ પુરવાર થયો છે. મેઘા ચંદુની આદતોથી કંટાળીને ઘર છોડીને ચાલી જાય છે. એક દિવસ ચંદુને ખબર પડે છે કે મેઘા તેને ભૂલી ગઈ છે. હૃદયભગ્ન ચંદુ આ નિર્ણયને કમને સ્વીકારે છે અને પત્નીની ખુશી માટે ચંદુ પણ તેને ભૂલી જવા તૈયાર થાય છે. અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની મદદથી કોઈની યાદોને મગજમાંથી delete કરવી કદાચ શક્ય હોય, પણ તે વ્યક્તિ માટેની લાગણીઓ શું હૃદયમાંથી delete કરી શકાય?

Marriage is like a chewing gum. When you start chewing, it is full of sugar. As the time passes by, sweetness disappears. Eventually, it becomes tasteless and you don't know whether to spit it out or just keep chewing. Boxing champion Megha is fed up with her husband Chandu’s (Sanjay Goradia) bizarre behaviour and erratic habits. She decides to erase Chandu from her memory forever with the help of technologically advanced scientific device. When Chandu comes to know about this decision, he accepts it with heavy heart. To keep his loving wife happy, he also plans to delete all memories of his wife. They do not realise that memory can be erased but emotions are indelible. Aa natak ma Chhello Divas no Vicky etle ke Malhar Thakar pan chhe.

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...