Maniben.com - મણિબેન.કોમદેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાંસી ઉડાવે છે. આનંદી મણીબેન વિપરીત પરિસ્થિતિઓમાં પણ મોઢું હસતું રાખી અંગ્રેજી શીખવાનો અને ફેશન ડીઝાઈનર બનવાનો પ્રયાસ કરે છે. હદ્દ તો ત્યારે થાય છે જ્યારે તે મિસ. વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કરે છે. મણિબેનની કિસ્મતમાં શું લખાયું છે?

Not so sophisticated Maniben(Ketaki Dave) has shifted from middle class locality to posh area in Mumbai with her Husband Jaman (rich diamond merchant). Jaman ridicules her for the blunders she makes in front of their neighbours. Hilarious situations follow when Maniben makes multiple attempts to learn English, engages in fashion designing and also participates in the Mrs. World competition. What lies ahead in this fun-filled journey of the humble Maniben?

આવ તારું કરી નાખું - Aav Taru Kari Nakhuઅમર લોકો પાસેથી ઉધાર લઈને ઘરનું ગાડું ચલાવે છે. તેની પત્ની અવની ગર્ભવતી થતા તે પત્નીને પરિસ્થિતિનો હવાલો આપીને ગર્ભપાત કરાવવા કહે છે. અવની ગુસ્સામાં અબોર્શન કરાવી નાખે છે. આ બાજુ અમરના માતાપિતા પૌત્રનું મોઢું જોવાની આશાએ અમરના ઘરે આવે છે અને અમર-અવની હકીકત પર ઢાંકપીછોડો કરવાની કોશિષ કરે છે. આ બધી વાતો વચ્ચે એક રહસ્ય છુપાયેલું છે. જાણો અને માણો લાગણીના દીવાથી પ્રેમનો પ્રકાશ પાથરતું નાટક.

Amar and Avni are a happily married couple. Avni is expecting her first child but Amar does not want the child and tells Avni to abort citing financial reason. Avni agrees with Amar and aborts the child she has already informed Amars parents about it. Now they want to visit Amar and Avni. How will Aamr and Avni hide the truth from them. What will be their reaction on hearing the news of the abortion. Watch this entertaining comedy.

નમી ગયા એ ગમી ગયા - Nami Gaya E Gami Gaya


60 વર્ષીય વિધવા ગોમતી ભટ્ટ તેમના બે પુત્રો વિશેષ અને રાશેષની સાથે રહે છે. વિશેષના લગ્ન સરિતાની સાથે થયા છે અને તેમનો દીપ નામનો દીકરો છે. રાશેષ સૌમ્યાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. રાશેષને ખબર પડે છે કે જો તે પ્રેમ લગ્ન કરશે, તો તેને પારિવારિક વારસો ગુમાવવો પડશે. આથી તે સૌમ્યાને છોડી દે છે. તે માતાની પસંદ કરેલી NRI છોકરી માધુરી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. રાશેષને પાઠ ભણાવવા માટે તેની ગર્લફ્રેન્ડ સૌમ્યા એક નોકરાણી બનીને તેના ઘરમાં પ્રવેશ કરે છે. બીજી બાજુ માતા ગોમતીને ખબર પડે છે કે તેના બંને સંતાનો સંપત્તિ મળ્યા પછી તેને ત્યજી દેવા માગે છે. વાર્તામાં નવો વળાંક આવે છે જ્યારે માતા ગોમતી તેમના પારસી મેનેજર સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. ત્યાર બાદ ઘણી રમુજી ઘટનાઓ ઘટે છે. આધુનિક પેઢીના યુવાનોની સ્વાર્થી મનોવૃત્તિ પર વ્યંગ્ય કરતા સંવાદો આ નાટકને વધારે મજેદાર બનાવે છે.

The story revolves around sixty-year old widow Gomti Bhatt and her two sons Vishesh and Rashesh. Vishesh is married to Sarita and they have a son called Deep. Rashesh is in love with Somya. She wants to get married to him. But the minute Rashesh comes to know that he will be deprived of the family fortune if he goes for love marriage, he abandons Somya. He is ready to get engaged to a NRI girl Madhuri as suggested by his mother. To teach Rashesh a lesson, his girlfriend Somya moves in to his house disguised as a maidservant. Eventually Gomti comes to know about her sons' intention of leaving her alone once they get their share of the father's wealth. A twist to the story comes in when the mother suddenly announces her plans of remarriage with Parsi manager who is taking care of administrative affairs of their business. Needless to say many hilarious situations arise and the play is supposedly replete with one-liners mocking the youngsters from so-called modern generation whose actions are driven by selfish motives. #natak #GujaratiNatak #ComedyNatak

અજબ કરામત - Ajab Karamatચાલાક પ્રમોદ(સિદ્ધાર્થ રાંદેરિયા)નું માનવું છે કે આ જીવન એક એવો રંગમંચ છે જ્યાં તેની આસપાસના લોકો તેની ઇચ્છા અનુસાર વર્તે છે. તે પોતાને અન્ય લોકોનો ભાગ્યવિધાતા સમજે છે. ક્યારેક ચપળ શિકારી પણ પોતાની જ જાળમાં ફસાય જતો હોય છે - આ હકીકતથી તે તદ્દન અજાણ છે. દર્શકોના રૂંવાડા ઉભા કરી દે તેવું સસ્પેન્સ નાટક જેની વાર્તા અણધાર્યા વળાંકો લે છે.

Clever and confident Pramod (Siddharth Randeria) belives that life is a drama and he can make people around him act as per his desires. Little did he know that even an unerring hunter may get caught in his own trap. A story that has unexpected twists and turns – keeps audience on the edge of seat throughout the drama. #SiddharthRanderia #ComedyNatak #gujjubhai

બાને ઘેર બાબો આવ્યો - Baa Ne Gher Babo Avyoઆધેડ વયના દંપતિ વૃંદા અને કેકેએ માબાપ બનવાની તમામ આશા ગુમાવી દીધી છે. વૃંદાની ભાણેજી અનાહિતા આફ્રિકાથી ભારત આવે છે. વૃંદાએ પોતાના ભાઈ (અનાહિતાના પિતા) સાથે વર્ષોથી સંબંધો કાપી નાખ્યા છે. પતિના કહેવાથી વૃંદા અનાહિતાને તેમના ઘરમાં રહેવાની પરવાનગી આપે છે. અનાહિતાના પ્રયાસોથી વૃંદા કૃત્રિમ ગર્ભાધાન માટે તૈયાર થાય છે. ૫૫ વર્ષની વયે વૃંદા ગર્ભવતી બને છે. તેના હૃદયમાં ઉત્સાહ અને ઉમંગનો સાગર હિલોળા લે છે. આગળ શું થશે તે જાણવા માટે જુઓ સુપરહિટ પારિવારીક નાટક.

Vrinda and KK - a middle-aged couple has lost all hopes to have a child. Anahita, Vrinda’s niece from Africa visits India. Vrinda can’t stand Anahita because of her bitter relations with Anahita’s father. KK convinces Vrinda to allow Anahita to stay in their house. As a result of Anahita’s efforts, Vrinda agrees for Artificial Insemination and gets pregnant at 55. Her heart is filled with joy and happiness. To know what happens next, watch acclaimed family drama.

અમે બરફના પંખી - Ame Baraf Na Pankhiઅસાધ્ય રોગથી પીડાતી યુવાન છોકરી હિંમત અને ગરિમાનું પ્રતિક છે. પોતાના પરિવારને જરા પણ તકલીફ ના પડે તેવી ભાવનાથી બાકી રહેલા દિવસોનો સામનો તે અડગ મનથી કરે છે. પરંતુ ચહેરા અને શરીર પર થયેલી રોગગ્રસ્ત અસરો પરિવારની નજરથી છાની રહેતી નથી અને તકલીફનું કારણ બની જાય છે. તેને પોતાનું પરિણામ ખબર છે. બધા પોતાની વ્હાલસોયી દીકરી ને ધીરેધીરે રોગનો કોળીયો થતા જુવે છે. તે મૌન માં પીડાય છે - તેઓ પોતાનો બળાપો રોકવામાં અસમર્થ રહે છે. લાગણીઓ અને સંબંધોને આવરી લેતું જોવાલાયક નાટક - જે તમારા મગજમાં જોયા પછી પણ લાંબા સમય સુધી અંકીત રહેશે.

Brilliant performance by Tarak Mehta Ka Ooltah Chasmah fame Disha Vakani (Dayaben) and Jimit Trivedi (Gujjubhai The Great, Gujjubhai Most Wanted & 102 Not Out fame)

A young girl suffering from terminal disease is synonymous with courage and dignity. She faces her few remaining days resolute, not wanting her family to suffer at all. But the ravages the disease wrecks on her body and face are for her family to see and make them suffer every day. She knows her fate. Her family members try to appear unwavering but fail at times. A compelling drama, of emotions and relationships, it lingers in your mind long after you have seen the play.

પ્રેમજી : એક યોદ્ધાનો ઉદય - ગુજરાતી ફિલ્મ - Premji - Rise Of A Warriror - Gujarati Film


પુરી ફિલ્મ જોવા અહીંયા ક્લિક કરો

એક સામાન્ય માણસ પ્રેમજીના અસામાજિક તત્વ સાથેના સંઘર્ષની આ વાર્તા છે. પોતાના કરતા અનેક ઘણાં શક્તિશાળી રઘનાથ માલણથી હારેલો પ્રેમજી ફરી એક વાર આત્મ-વિશ્વાસ કેળવે છે અને અનિષ્ટનો ખાત્મો કરવા સજ્જ થાય છે. તેની આ લડાઈમાં તેની માતા, પ્રેમિકા અને તેના મિત્રો પણ તેનો સાથ આપે છે. શું પ્રેમજી તેના અને તેના પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો લેવામાં સફળ થશે?

This film is all about eternal fight between Good and Evil. Introvert Premji Mehul Solanki) comes to Ahmedabad from a village in Kucth. His college-mates find his behviour bizarre and outlandish. When they get to know about his tragic past, they support him in his fight against wicked Raghnath Malan (Vishal Vaishya). Premji who could not even think of facing the ruffian earlier, is now all set to destroy him.

Premji : Rise of a Warrior received 10 prestigious Gujarat State Awards for the year 2015, STATE GOVERNMENT AWARDS
Best Film : Twinkle Vijaygiri Bava
Best Director: Vijaygiri Bava
Best Writting: Vijaygiri Bava & Girish Parmar
Best Actor : mehul Solanki
Best supporting :Maulik Nayak
Best Music :Kedar Upadyay & Bhargav Purohit
Best Lyrics Milind Gadhvi
Best Singer Vratini
Best Sound Design: Parth Desai & Sunny Desoza
Best Cinematography : Pratik Raj

રાધારાણી મુંબઈના શેઠાણી - Radharani Mumbai Ni Shethani


પૂરું નાટક જોવા અહીંયા ક્લિક કરો

નલીન અને મનુકાંત બંને ભાઈ છે. એક જ ઘરમાં મોટા થયા હોવા છતાં પણ નલીન-કોકિલાની દીકરી નંદિતા અને મનુકાંતની દીકરી રાધામાં આકાશ-પાતાળનું અંતર છે. મનુકાંતના શ્રીમંત મિત્ર ધનપત સંસ્કારી રાધાને પોતાના દીકરા કલરવ માટે પસંદ કરે છે. જ્યારે કલરવ રાધાને જોવા માટે મુંબઈથી નડિયાદ આવે છે, ત્યારે ધનલોલુપ નંદિતા અને તેની મા કોકિલા એવી મેલી રમત રમે છે કે કલરવ રાધાને બદલે નંદિતાને પસંદ કરે છે. કલરવના પિતા રાધાને વહુ નહીં પણ દીકરી તરીકે પોતાની સાથે મુંબઈ આવવા વિનંતી કરે છે. પોતાના જ સગાઓએ કરેલા કાવત્રાનો બદલો લેવા રાધા મુંબઈ જવા તૈયાર થાય છે. શું રાધારાણી મુંબઈના શેઠાણી બની શકશે? જાણવા માટે જુઓ આ પારિવારિક રમૂજી નાટક.

An interesting story of two cousins- Radha and Nandita who are poles apart despite being brought up in same house. Dhanpat – a rich industrialist from Mumbai considers well-cultured Radha to be ideal bride for his son Kalrav. Greedy Nandita and her cunning mother play a foul game and Kalrav ends up deciding to marry Nandita instead of Radha. Saddened by this incident, Kalrav's father Dhanpat requests sweet and innocent Radha to come to Mumbai so that he can help her find a better groom. When Radha comes to know about the trick played by mother-daughter duo, she decides to teach them a lesson. She grabs the opportunity and moves to Mumbai where she proves that she was nothing but a diamond in rough. What ensues is a dramatic and engrossing plot of revenge and triumph of truth over falsehood.

કહું છું સાંભળો છો - Kahu Chhu Sambhalo Chho


પૂરું નાટક જોવા અહીંયા ક્લિક કરો

જયસુખલાલના મધ્યમવર્ગીય પરિવારમાં 3 પુત્ર અને 2 પુત્રવધુનો સમાવેશ થાય છે. એક છત નીચે રહેતા પરિવારજનોમાં એકતાનો અભાવ છે. તેમનો પુત્ર તનસુખ શ્રીમંત બબીતા સાથે લગ્ન કરે છે. બબીતાની ઉડાઉ જીવનશૈલી પરિવારના સભ્યો વચ્ચે ઈર્ષ્યા અને સ્પર્ધાનું કારણ બને છે. જયસુખલાલ તેમને પાઠ ભણાવવા માટે કોઈ પગલા લે, તે પહેલા એક છોકરો તેમના ઘરમાં પ્રવેશે છે. તે જયસુખલાલનો પૌત્ર હોવાનો દાવો કરે છે. તેના પિતા કોણ છે? સંજય ગોરડિયા અને અરવિંદ વેકરિયા અભિનીત પારિવારીક રમૂજી નાટક.

Kahu Chhu Sambhalo Chho is a story of Jaysukhlal’s disintegrated middle-class family comprising of 3 sons and 2 daughter-in-laws. His youngest son Tansukh gets married to Babita from affluent family. Babita’s lavish lifestyle causes jealousy and competition among family members. Jaysukhlal needs to take some initiative to teach them a lesson. To fan the flames, a boy enters their house. He claims to be the grandson of Jaysukhlal. Who is his father? Sanjay Goradia and Arvind Vekaria starrer family drama is indeed a laugh-riot.

જેનું ખીસું ગરમ એની સામે સૌ નરમ - Jenu Khisu Garam Eni Same Sau Naram


પૂરું નાટક જોવા અહીંયા ક્લિક કરો

શિવકુમાર(ટીકુ તલસાણીયા)ના પરિવારમાં પત્ની (વંદના પાઠક), 2 પુત્રો, ૨ પુત્રવધુ અને એક પૌત્રનો સમાવેશ થાય છે. નિવૃત્તિ પછી પરિવારજનો શિવકુમારની અવગણના કરે છે. એક દિવસ તેમણે કરેલા મ્યુચ્યુઅલ ફંડની મુદ્દત પાકે છે અને તેમને એક કરોડ કરતાં વધુ રૂપિયા મળે છે. શિવકુમાર ઉમદા કાર્યો માટે આ નાણાંનો ઉપયોગ કરવા માગે છે, જ્યારે તેમના બંને પુત્રોએ પોતાની યોજનાઓ વિચારી રાખી છે. આ પૈસા પરિવારજનો વચ્ચે વિખવાદનું કારણ બને છે. શું દરેક વાર્તાની જેમ આ વાર્તાનો પણ સુખદ અંત આવશે?

Shivkumar(Tiku Talsania)’s family comprises of his wife (Vandana Pathak), 2 sons, daughter-in-laws and a grandchild. Post retirement, Shivkumar is considered to be good for nothing by his entire family. One fine day his mutual fund investment matures and Shiv kumar gets more than one crore rupees. While Shivkumar intends to utilize this money for noble causes, his sons want this money for their ulterior selfish motives. Money becomes the root cause of family’s disintegration. Like every story, will this story have a happy ending?

મિ. અધિકારી - Mr. ADHIKARIપૂરું નાટક જોવા અહીંયા ક્લિક કરો

મિ. અધિકારી (અમિત દિવેટિયા) એક સિદ્ધાંતવાદી અને પ્રામાણિક ન્યાયાધીશ છે. પોતાની જિંદગીભરની મૂડી તેઓ પુત્ર જયને વેપાર કરવા આપી દે છે. એક દિવસ એવો આવે છે જ્યારે પુત્રની ગેરકાયદેસર વેપાર કરવા માટે ધરપકડ થાય છે. શું પિતા સિદ્ધાંતોને નેવે મુકશે? પિતાના નિર્ણયની પુત્ર પર શું અસર થશે? જાણવા માટે જુઓ, લાગણીસભર પારિવારીક નાટક.

Judge Mr. Adhikari (Amit Divetia) is a man of principle. He hands over his life-time savings to his son for business. Then comes the day when his son gets arrested for engaging in illegal trade. Willl father compromise his principles to save son? How will son react to father’s decision? To know, watch this sentimental family drama.

પાસપોર્ટ - ગુજરાતી ફિલ્મ : Passport - Gujarati Filmઅમેરિકાની વિદ્યાર્થીની એના ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરવા અમદાવાદ આવે છે. અમદાવાદમાં તેનું પર્સ ખોવાય જાય છે અને પર્સમાં તેનો પાસપોર્ટ હોય છે. તેનો કોલેજનો મિત્ર કબીર (મલ્હાર ઠાકર) તેને પર્સ શોધવામાં મદદ કરે છે. જો પાસપોર્ટ જલ્દી નહીં મળે તો એનાને ભારત છોડવું પડશે. અધૂરામાં પૂરું, એક અતરંગી ડોન અને રહસ્યમય ચોર પણ આ પાસપોર્ટ શોધવાની રમતમાં તેમની સાથે જોડાય છે અને મચે છે હાસ્યની ધમાચકડી!

Anna, an American student comes to Ahmedabad to explore Amdavadi Culture. During her stay, she loses her purse carrying all essentials including her passport. Kabir (Malhar Thakar – Chhello Divas fame Vicky), her college friend helps her find the lost passport. Will they get hold of it? If they don’t find it soon, Anna will have to leave India. It becomes the roller-coaster ride of entertainment when a maverick don and a mysterious thief join the crazy band; and together this band plays the music of love, thrill, betrayal and humour. Get ready to experience chase, fun, drama, happiness and comedy!

રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા - Rupiya Ni Rani Ne Dolariyo Rajaસમૃદ્ધ જમીનદાર કિશન અને શિક્ષક જીવન ખૂબ જ સારા મિત્રો છે. તેમના બાળકોના જન્મ પહેલા જ, તેઓ વેવાઈ બનવાનું નક્કી કરે છે. તેમના જન્મ પછી, તેઓ નવજાત બાળકો મુંજાલ અને ગોમતીના ઘોડિયા લગ્ન લે છે. કિશનનું કુટુંબ અમેરિકા જવા રવાના થાય છે અને બંને પરિવારોનો સંપર્ક તૂટી જાય છે. ૨૦ વર્ષ પછી, એક દિવસ કિશન તેની પત્ની અને પુત્ર મુંજાલ સાથે ભારત આવે છે. મુંજાલ ગોમતીને અનહદ પ્રેમ કરે છે, પરંતુ તેને સ્વીકારવાનો ઇનકાર કરે છે. શું કારણ હોઈ શકે? બીજી બાજુએ, ગોમતીના બાળપણનો મિત્ર રાઘવ તેની સાથે લગન કરવા ઉત્સુક છે. છેવટે ગોમતી કોની સાથે લગ્ન કરશે?

Jeevan, a teacher and Kishan, a rich landlord are very good friends. They decide to get their children married to each other even before they are born. After their birth, they perform marriage rituals of newborn babies Mujhal and Gomti. Kishan’s family leaves for USA and loses contact with Jeevan. After 20 years, Kishan returns with his wife and son Munjhal. Munjhal has undying love for Gomti but refuses to accept her. What is the reason? Gomti, on other hand, has option to marry his childhood friend Raaghav. Who will she finally marry?

પ્રેમનો પબ્લિક ઈશ્યુ - Prem No Public Issue75 વર્ષીય આયુર્વેદિક નિષ્ણાત વાસુદેવ બ્રહ્મભટ્ટ શાસ્ત્રી (સિદ્ધાર્થ રાંદેરિયા) તેમની પત્ની દયા સાથે રહે છે. તેમને દ્રઢ વિશ્વાસ છે કે તેમની મૃત પત્ની મંગુએ પુનર્જન્મ લીધો છે અને તેમના જીવનમાં મંગુ પરત આવશે. વાસુદેવ વૃદ્ધને યુવાન બનાવવાના તાંત્રિક પ્રયોગો કરે છે. એક દિવસ તેઓ સફળ થાય છે અને ફરીથી યુવાન બની જાય છે. જેમજેમ આ વાત ફેલાય છે, બીજા અનેક લોકો યુવાનીનો મંત્ર મેળવવા માટે ધમપછાડા કરે છે અને મચે છે હાસ્યનું હુલ્લડ.

Seventy Five year old Vasudev Brahmabhatt Shastri (Siddharth Randeria) is an Ayurvedic expert. He lives with his second wife Daya. He firmly believes that his dead wife Mangu would reincarnate and walk back into his life. Using Tantrik mantras, Vasudev is experimenting to invent a formula to make a person young. His formula works and he becomes young again. As this news spreads, more and more people want to regain their youth which results in complete chaos. Embark on this roller-coaster ride of laughter!

લાઈફ પાર્ટનર - Life Partnerવિષ્ણુ પિતાંબર શાસ્ત્રી (હેમંત ઝા) એક જાણીતા જ્યોતિષી છે, જે તેની પત્ની જાસુમતી (મનીષા મહેતા) વડોદરામાં રહે છે. તેમણે ભવિષ્યવાણીઓની આગાહી કરવાનું બંધ કરી દીધું છે .એક દિવસ તેમના બાળપણના મિત્ર લાભુ તેમની માનસિક પડકારવાળી પુત્રી સોન્કી સાથે તેમની જગ્યાએ આવે છે. લાભુ તીર્થધામ પર જઈ રહ્યા છે. વિષ્ણુ લાભુને ખાતરી આપે છે કે જ્યાં સુધી લાભુ પાછો આવે ત્યાં સુધી સોન્કીની સારી કાળજી લેશે. જાસુમતી વિષ્ણુને સોન્કીની કુંડળી પર નજર ફેરવા આગ્રહ કરે છે અને વિષ્ણુની આગાહી કરે છે કે ટૂંક સમયમાં સોન્કીના જીવનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે.

ત્યારે વિષ્ણુનો પુત્ર રોહન તેની ગર્લફ્રેન્ડ પ્રિયા (ડિમ્પલ શાહ) સાથે વિદેશથી આવે છે. રોહન પ્રિયા સાથે પ્રેમમાં છે અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના ધરાવે છે. વિષ્ણુ આગાહી કરે છે કે રોહનની પ્રથમ પત્ની તેમના બાળકને જન્મ આપી ને મરણ પામશે. રોહન જાણે છે કે તેના પિતા વિષ્ણુની આગાહી ક્યારેય ખોટી નથી પડી. પોતાની પ્રિયતમ પ્રિયા ને બચાવવા માટે, રોહન માનસિક રીતે પડકારાયેલ સોન્કી સાથે લગ્ન કરે છે. આગળ શું થશે તે જાણવા માટે, આ સુપરહીટ કુટુંબ નાટક જુઓ.

Vishnu Pitambar Shastri (Hemant Jha) is a well known astrologer living with his wife Jasumati (Manisha Mehta) in baroda . He has stopped predicting the prophecies .One day his childhood friend Labhu comes to his place with his mentally challenged daughter Sonki. Labhu is going on pilgrimage.Vishnu assures labhu that he will take good care of Sonki while he is away. Jasumati forces Vishnu to have a look at sonki's kundali and Vishnu predicts that soon there is going to be significant change in Sonki's life.

That's when vishnu's son Rohan returns from abroad with his girlfriend Priya (Dimple Shah). Rohan is in love with Priya and they are planning to get married soon. Vishnu predicts that rohan's first wife will die while delivering their child. Rohan is taken aback as he knows that Vishnu's prediction never go wrong. To save his beloved Priya, Rohan marries mentally challenged Sonki. To know what happens next, watch this Superhit family drama.

અમારી દુનિયા તમારી દુનિયા - Amari Duniya Tamari Duniya (NATSAMRAT)દર્શકોના હૃદય પર વર્ષો સુધી રાજ કર્યા બાદ અભિનેતા અનંતરાય વિદ્યાપતિ (સિદ્ધાર્થ રાંદેરિયા) નાટ્ય જગતને અલવિદા કહે છે. સંતાનો પ્રત્યેના પ્રેમને વશ થઇ તેઓ પોતાની તમામ સંપત્તિ સંતાનોમાં વહેચી દે છે. સમય જતા, વૃદ્ધ માબાપ યુવાન બાળકોને ભારરૂપ લાગે છે. સ્વમાની માતા-પિતા સંતાનોની દુનિયાથી અલગ એક નવી દુનિયાની શોધમાં નીકળી પડે છે. એક એવું નાટક જે તમારી આંખો અશ્રુઓથી અને હૈયું લાગણીઓથી ભીના કરે છે.

Acclaimed actor NATSAMRAT Anantray Vidhayapati (Siddharth Randeria) bids adieu to the world of theater. Blindfolded by love and trust, he distributes his wealth among his children. Eventually, young children consider parents to be burden. Self respecting elderly parents have no choice but to walk away in search of a new world. A kind of drama that leaves your eyes moist and your soul cleansed.

ખરા છો તમે - Khara Chho Tameલક્ષ્મીકાંત (સંજય ગોરડિયા)નો પૌત્ર શશિકાંત જલ્પાના પ્રેમમાં છે. બંને પ્રેમ-પંખીડાઓના પિતા એકબીજાને પોતાના દુશ્મન માને છે. લક્ષ્મીકાંત લગ્ન માટે જલ્પાના પિતાને મનાવવામાં સફળ થાય છે. જો કે, વરરાજાના હઠીલા પિતા વિનયકાંત(વિપુલ વિઠલાણી) છેલ્લે સુધી પોતાની જીદ પકડી રાખે છે અને લગ્ન સમારંભમાં ગેરહાજર રહે છે. તેઓ નવદંપતિને આશીર્વાદ આપવાને બદલે ઘર છોડી જવાનું કહે છે. વિનયકાંતનો અડિયલ વ્યવહાર સમગ્ર પરિવાર માટે માથાનો દુખાવો બને છે. વિનોદી સંવાદોની હારમાળા દર્શકોને પેટ પકડીને હસાવે છે.

Laxmikant(Sanjay Goradia)’s grandson Shashikant is in love with Jalpa. Fathers of both the love birds can’t stand each other. Somehow, Laxmikant convinces Jalpa’s father for marriage. However, groom’s stubborn father Vinaykant (Vipul Vithlani) neither gives his consent nor attends their wedding ceremony. He asks newly-wed couple to leave his house. Entire family has a tough time dealing with obstinate Vinaykant. Witty dialogues make you burst into laughter!

બાબો આવ્યો કુરિયરમાં - Babo Aavyo Courier Maરસિકલાલ જોબનપુત્રાની પત્ની માવતરે જવા નીકળે છે. આશિક-મિજાજ રસિકલાલ અને તેમના બે છેલબટાઉ પુત્રો - પ્રેમ અને બંટી (વિપુલ વિઠલાણી )ને જાણે કે મોકળુ મેદાન મળી જાય છે. તેમની બધી યોજનાઓ પર પાણી ફરી વળે છે જ્યારે કુરિયર કંપની તેમના ઘરે નવજાત બાળકની ડીલીવરી કરે છે. બાળક સાથે એક પત્ર પણ છે જેમાં લખ્યું છે કે જોબનપુત્રા બાળકના પિતા છે પણ તેમાં પ્રથમ નામનો કોઈ ઉલ્લેખ નથી. જોબનપુત્રા પરિવાર બાળકથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરે છે અને અવનવી મુસીબતોને નોતરું આપી બેસે છે. મસ્ત મજાનું રમૂજી નાટક!

Rasiklal Jobanputra’s wife leaves for her parents’ house. Flirtatious Rasiklal and his two sons Prem and Bunty (Viput Vithlani) are all set to enjoy the freedom. All their plans get ruined when they receive surprise package (baby) through courier. Though the letter accompanying baby states that Jobanputra is baby’s father, it does not mention first name. Jobanputras end up inviting various troubles for themselves as they try to get rid of baby. Ultimate Laugh-riot!

મને પ્રેમ છે, તને કેમ છે? - MANE PREM CHHE, TANE KEM CHHE?આ નાટકમાં મુંબઈની ચાલના ત્રણ રહેવાસી મુખ્ય સ્થાને છે - હસમુખ (મેહુલ બૂચ), ઝરણા (ક્રિમા શાહ) અને સાહેબ (ધર્મેશ વ્યાસ). હાસ્યાસ્પદ દેખાવ ધરાવતો હસમુખ એક સામાન્ય વ્યક્તિ છે. વર્ષોથી ઝરણાને પ્રેમ કરવા છતાં તે વ્યક્ત કરી શક્યો નથી. એક દિવસ હસમુખનો પ્રભાવશાળી પ્રતિભા ધરાવતો મિત્ર સાહેબ (ધર્મેશ વ્યાસ) ચાલમાં રહેવા આવે છે. ઝરણા તેના વ્યક્તિત્વથી આકર્ષિત થઈ તેના પ્રેમમાં પડે છે. બંને પ્રેમીપંખીડા પ્રભુતામાં પગલાં પાડે તે પહેલા સાહેબની સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ છતી થાય છે અને ઝરણાને ચાલના રહેવાસીઓના હિત અને સાહેબ વચ્ચે પસંદગી કરવી પડે છે.

This play is set in a Mumbai’s chawl and revolves around 3 characters - Hasmukh (Mehul Buch), Jharna (Krima Shah) & Saheb (Dharmesh Vyas). Hasmukh is an honest and ordinary guy who has unexpressed feelings for Jharna. Unaware of Hasmukh’s emotions for her, Jharna longs to marry a successful man with charismatic personality. One day, she meets Saheb and falls for him. Though Saheb truly loves Jharna, he has ulterior motives to acquire the Chawl and throw the residents out of it. A day comes in Jharna's life when she has to choose between her sweetheart Saheb and chawl-inhabitants she grew up with. In this life we all have to make difficult choices, and choices that we make, make us who we are!

હાલો મનિયાની જાનમાં - Halo Maniya Ni Jaan Maમનિયાના પરિવારજનો તેના લગ્ન કરવા માટે તલપાપડ છે. 74 કન્યા દ્વારા રીજેક્ટ થયેલા મનિયા સાથે લગ્ન કરવા આખરે એક યુવતી તૈયાર થઇ છે. કન્યાના પિતાની સંમતિ મેળવવા મનિયાએ તેમને પ્રભાવિત કરવા જરૂરી છે. શું મનિયો સફળ થશે? અચાનક, આ વાર્તામાં એક અણધાર્યો વળાંક આવે છે. મનિયાના નસીબમાં શું લખાયુ છે તે જાણવા માટે જુઓ પારિવારિક કોમેડી નાટક 'હાલો મનિયાની જાનમાં'.

Maniya’s family members are desperate to get him married. After 74 rejections, one girl finally agrees to marry Maniya. However, he needs to impress the prospective bride’s father to seek his consent. So will Maniya succeed? The story has an unexpected twist. To know what life has in store for him, watch the family comedy drama ‘Halo Maniyani Jaan Ma’.

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...