બાબો આવ્યો કુરિયરમાં - Babo Aavyo Courier Maરસિકલાલ જોબનપુત્રાની પત્ની માવતરે જવા નીકળે છે. આશિક-મિજાજ રસિકલાલ અને તેમના બે છેલબટાઉ પુત્રો - પ્રેમ અને બંટી (વિપુલ વિઠલાણી )ને જાણે કે મોકળુ મેદાન મળી જાય છે. તેમની બધી યોજનાઓ પર પાણી ફરી વળે છે જ્યારે કુરિયર કંપની તેમના ઘરે નવજાત બાળકની ડીલીવરી કરે છે. બાળક સાથે એક પત્ર પણ છે જેમાં લખ્યું છે કે જોબનપુત્રા બાળકના પિતા છે પણ તેમાં પ્રથમ નામનો કોઈ ઉલ્લેખ નથી. જોબનપુત્રા પરિવાર બાળકથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરે છે અને અવનવી મુસીબતોને નોતરું આપી બેસે છે. મસ્ત મજાનું રમૂજી નાટક!

Rasiklal Jobanputra’s wife leaves for her parents’ house. Flirtatious Rasiklal and his two sons Prem and Bunty (Viput Vithlani) are all set to enjoy the freedom. All their plans get ruined when they receive surprise package (baby) through courier. Though the letter accompanying baby states that Jobanputra is baby’s father, it does not mention first name. Jobanputras end up inviting various troubles for themselves as they try to get rid of baby. Ultimate Laugh-riot!

મને પ્રેમ છે, તને કેમ છે? - MANE PREM CHHE, TANE KEM CHHE?આ નાટકમાં મુંબઈની ચાલના ત્રણ રહેવાસી મુખ્ય સ્થાને છે - હસમુખ (મેહુલ બૂચ), ઝરણા (ક્રિમા શાહ) અને સાહેબ (ધર્મેશ વ્યાસ). હાસ્યાસ્પદ દેખાવ ધરાવતો હસમુખ એક સામાન્ય વ્યક્તિ છે. વર્ષોથી ઝરણાને પ્રેમ કરવા છતાં તે વ્યક્ત કરી શક્યો નથી. એક દિવસ હસમુખનો પ્રભાવશાળી પ્રતિભા ધરાવતો મિત્ર સાહેબ (ધર્મેશ વ્યાસ) ચાલમાં રહેવા આવે છે. ઝરણા તેના વ્યક્તિત્વથી આકર્ષિત થઈ તેના પ્રેમમાં પડે છે. બંને પ્રેમીપંખીડા પ્રભુતામાં પગલાં પાડે તે પહેલા સાહેબની સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ છતી થાય છે અને ઝરણાને ચાલના રહેવાસીઓના હિત અને સાહેબ વચ્ચે પસંદગી કરવી પડે છે.

This play is set in a Mumbai’s chawl and revolves around 3 characters - Hasmukh (Mehul Buch), Jharna (Krima Shah) & Saheb (Dharmesh Vyas). Hasmukh is an honest and ordinary guy who has unexpressed feelings for Jharna. Unaware of Hasmukh’s emotions for her, Jharna longs to marry a successful man with charismatic personality. One day, she meets Saheb and falls for him. Though Saheb truly loves Jharna, he has ulterior motives to acquire the Chawl and throw the residents out of it. A day comes in Jharna's life when she has to choose between her sweetheart Saheb and chawl-inhabitants she grew up with. In this life we all have to make difficult choices, and choices that we make, make us who we are!

હાલો મનિયાની જાનમાં - Halo Maniya Ni Jaan Maમનિયાના પરિવારજનો તેના લગ્ન કરવા માટે તલપાપડ છે. 74 કન્યા દ્વારા રીજેક્ટ થયેલા મનિયા સાથે લગ્ન કરવા આખરે એક યુવતી તૈયાર થઇ છે. કન્યાના પિતાની સંમતિ મેળવવા મનિયાએ તેમને પ્રભાવિત કરવા જરૂરી છે. શું મનિયો સફળ થશે? અચાનક, આ વાર્તામાં એક અણધાર્યો વળાંક આવે છે. મનિયાના નસીબમાં શું લખાયુ છે તે જાણવા માટે જુઓ પારિવારિક કોમેડી નાટક 'હાલો મનિયાની જાનમાં'.

Maniya’s family members are desperate to get him married. After 74 rejections, one girl finally agrees to marry Maniya. However, he needs to impress the prospective bride’s father to seek his consent. So will Maniya succeed? The story has an unexpected twist. To know what life has in store for him, watch the family comedy drama ‘Halo Maniyani Jaan Ma’.

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...