પ્રેમજી : એક યોદ્ધાનો ઉદય - ગુજરાતી ફિલ્મ - Premji - Rise Of A Warriror - Gujarati Film


પુરી ફિલ્મ જોવા અહીંયા ક્લિક કરો

એક સામાન્ય માણસ પ્રેમજીના અસામાજિક તત્વ સાથેના સંઘર્ષની આ વાર્તા છે. પોતાના કરતા અનેક ઘણાં શક્તિશાળી રઘનાથ માલણથી હારેલો પ્રેમજી ફરી એક વાર આત્મ-વિશ્વાસ કેળવે છે અને અનિષ્ટનો ખાત્મો કરવા સજ્જ થાય છે. તેની આ લડાઈમાં તેની માતા, પ્રેમિકા અને તેના મિત્રો પણ તેનો સાથ આપે છે. શું પ્રેમજી તેના અને તેના પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો લેવામાં સફળ થશે?

This film is all about eternal fight between Good and Evil. Introvert Premji Mehul Solanki) comes to Ahmedabad from a village in Kucth. His college-mates find his behviour bizarre and outlandish. When they get to know about his tragic past, they support him in his fight against wicked Raghnath Malan (Vishal Vaishya). Premji who could not even think of facing the ruffian earlier, is now all set to destroy him.

Premji : Rise of a Warrior received 10 prestigious Gujarat State Awards for the year 2015, STATE GOVERNMENT AWARDS
Best Film : Twinkle Vijaygiri Bava
Best Director: Vijaygiri Bava
Best Writting: Vijaygiri Bava & Girish Parmar
Best Actor : mehul Solanki
Best supporting :Maulik Nayak
Best Music :Kedar Upadyay & Bhargav Purohit
Best Lyrics Milind Gadhvi
Best Singer Vratini
Best Sound Design: Parth Desai & Sunny Desoza
Best Cinematography : Pratik Raj

રાધારાણી મુંબઈના શેઠાણી - Radharani Mumbai Ni Shethani


પૂરું નાટક જોવા અહીંયા ક્લિક કરો

નલીન અને મનુકાંત બંને ભાઈ છે. એક જ ઘરમાં મોટા થયા હોવા છતાં પણ નલીન-કોકિલાની દીકરી નંદિતા અને મનુકાંતની દીકરી રાધામાં આકાશ-પાતાળનું અંતર છે. મનુકાંતના શ્રીમંત મિત્ર ધનપત સંસ્કારી રાધાને પોતાના દીકરા કલરવ માટે પસંદ કરે છે. જ્યારે કલરવ રાધાને જોવા માટે મુંબઈથી નડિયાદ આવે છે, ત્યારે ધનલોલુપ નંદિતા અને તેની મા કોકિલા એવી મેલી રમત રમે છે કે કલરવ રાધાને બદલે નંદિતાને પસંદ કરે છે. કલરવના પિતા રાધાને વહુ નહીં પણ દીકરી તરીકે પોતાની સાથે મુંબઈ આવવા વિનંતી કરે છે. પોતાના જ સગાઓએ કરેલા કાવત્રાનો બદલો લેવા રાધા મુંબઈ જવા તૈયાર થાય છે. શું રાધારાણી મુંબઈના શેઠાણી બની શકશે? જાણવા માટે જુઓ આ પારિવારિક રમૂજી નાટક.

An interesting story of two cousins- Radha and Nandita who are poles apart despite being brought up in same house. Dhanpat – a rich industrialist from Mumbai considers well-cultured Radha to be ideal bride for his son Kalrav. Greedy Nandita and her cunning mother play a foul game and Kalrav ends up deciding to marry Nandita instead of Radha. Saddened by this incident, Kalrav's father Dhanpat requests sweet and innocent Radha to come to Mumbai so that he can help her find a better groom. When Radha comes to know about the trick played by mother-daughter duo, she decides to teach them a lesson. She grabs the opportunity and moves to Mumbai where she proves that she was nothing but a diamond in rough. What ensues is a dramatic and engrossing plot of revenge and triumph of truth over falsehood.

કહું છું સાંભળો છો - Kahu Chhu Sambhalo Chho


પૂરું નાટક જોવા અહીંયા ક્લિક કરો

જયસુખલાલના મધ્યમવર્ગીય પરિવારમાં 3 પુત્ર અને 2 પુત્રવધુનો સમાવેશ થાય છે. એક છત નીચે રહેતા પરિવારજનોમાં એકતાનો અભાવ છે. તેમનો પુત્ર તનસુખ શ્રીમંત બબીતા સાથે લગ્ન કરે છે. બબીતાની ઉડાઉ જીવનશૈલી પરિવારના સભ્યો વચ્ચે ઈર્ષ્યા અને સ્પર્ધાનું કારણ બને છે. જયસુખલાલ તેમને પાઠ ભણાવવા માટે કોઈ પગલા લે, તે પહેલા એક છોકરો તેમના ઘરમાં પ્રવેશે છે. તે જયસુખલાલનો પૌત્ર હોવાનો દાવો કરે છે. તેના પિતા કોણ છે? સંજય ગોરડિયા અને અરવિંદ વેકરિયા અભિનીત પારિવારીક રમૂજી નાટક.

Kahu Chhu Sambhalo Chho is a story of Jaysukhlal’s disintegrated middle-class family comprising of 3 sons and 2 daughter-in-laws. His youngest son Tansukh gets married to Babita from affluent family. Babita’s lavish lifestyle causes jealousy and competition among family members. Jaysukhlal needs to take some initiative to teach them a lesson. To fan the flames, a boy enters their house. He claims to be the grandson of Jaysukhlal. Who is his father? Sanjay Goradia and Arvind Vekaria starrer family drama is indeed a laugh-riot.

જેનું ખીસું ગરમ એની સામે સૌ નરમ - Jenu Khisu Garam Eni Same Sau Naram


પૂરું નાટક જોવા અહીંયા ક્લિક કરો

શિવકુમાર(ટીકુ તલસાણીયા)ના પરિવારમાં પત્ની (વંદના પાઠક), 2 પુત્રો, ૨ પુત્રવધુ અને એક પૌત્રનો સમાવેશ થાય છે. નિવૃત્તિ પછી પરિવારજનો શિવકુમારની અવગણના કરે છે. એક દિવસ તેમણે કરેલા મ્યુચ્યુઅલ ફંડની મુદ્દત પાકે છે અને તેમને એક કરોડ કરતાં વધુ રૂપિયા મળે છે. શિવકુમાર ઉમદા કાર્યો માટે આ નાણાંનો ઉપયોગ કરવા માગે છે, જ્યારે તેમના બંને પુત્રોએ પોતાની યોજનાઓ વિચારી રાખી છે. આ પૈસા પરિવારજનો વચ્ચે વિખવાદનું કારણ બને છે. શું દરેક વાર્તાની જેમ આ વાર્તાનો પણ સુખદ અંત આવશે?

Shivkumar(Tiku Talsania)’s family comprises of his wife (Vandana Pathak), 2 sons, daughter-in-laws and a grandchild. Post retirement, Shivkumar is considered to be good for nothing by his entire family. One fine day his mutual fund investment matures and Shiv kumar gets more than one crore rupees. While Shivkumar intends to utilize this money for noble causes, his sons want this money for their ulterior selfish motives. Money becomes the root cause of family’s disintegration. Like every story, will this story have a happy ending?

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...