અજબ કરામત - Ajab Karamat



ચાલાક પ્રમોદ(સિદ્ધાર્થ રાંદેરિયા)નું માનવું છે કે આ જીવન એક એવો રંગમંચ છે જ્યાં તેની આસપાસના લોકો તેની ઇચ્છા અનુસાર વર્તે છે. તે પોતાને અન્ય લોકોનો ભાગ્યવિધાતા સમજે છે. ક્યારેક ચપળ શિકારી પણ પોતાની જ જાળમાં ફસાય જતો હોય છે - આ હકીકતથી તે તદ્દન અજાણ છે. દર્શકોના રૂંવાડા ઉભા કરી દે તેવું સસ્પેન્સ નાટક જેની વાર્તા અણધાર્યા વળાંકો લે છે.

Clever and confident Pramod (Siddharth Randeria) belives that life is a drama and he can make people around him act as per his desires. Little did he know that even an unerring hunter may get caught in his own trap. A story that has unexpected twists and turns – keeps audience on the edge of seat throughout the drama. #SiddharthRanderia #ComedyNatak #gujjubhai

બાને ઘેર બાબો આવ્યો - Baa Ne Gher Babo Avyo



આધેડ વયના દંપતિ વૃંદા અને કેકેએ માબાપ બનવાની તમામ આશા ગુમાવી દીધી છે. વૃંદાની ભાણેજી અનાહિતા આફ્રિકાથી ભારત આવે છે. વૃંદાએ પોતાના ભાઈ (અનાહિતાના પિતા) સાથે વર્ષોથી સંબંધો કાપી નાખ્યા છે. પતિના કહેવાથી વૃંદા અનાહિતાને તેમના ઘરમાં રહેવાની પરવાનગી આપે છે. અનાહિતાના પ્રયાસોથી વૃંદા કૃત્રિમ ગર્ભાધાન માટે તૈયાર થાય છે. ૫૫ વર્ષની વયે વૃંદા ગર્ભવતી બને છે. તેના હૃદયમાં ઉત્સાહ અને ઉમંગનો સાગર હિલોળા લે છે. આગળ શું થશે તે જાણવા માટે જુઓ સુપરહિટ પારિવારીક નાટક.

Vrinda and KK - a middle-aged couple has lost all hopes to have a child. Anahita, Vrinda’s niece from Africa visits India. Vrinda can’t stand Anahita because of her bitter relations with Anahita’s father. KK convinces Vrinda to allow Anahita to stay in their house. As a result of Anahita’s efforts, Vrinda agrees for Artificial Insemination and gets pregnant at 55. Her heart is filled with joy and happiness. To know what happens next, watch acclaimed family drama.

અમે બરફના પંખી - Ame Baraf Na Pankhi



અસાધ્ય રોગથી પીડાતી યુવાન છોકરી હિંમત અને ગરિમાનું પ્રતિક છે. પોતાના પરિવારને જરા પણ તકલીફ ના પડે તેવી ભાવનાથી બાકી રહેલા દિવસોનો સામનો તે અડગ મનથી કરે છે. પરંતુ ચહેરા અને શરીર પર થયેલી રોગગ્રસ્ત અસરો પરિવારની નજરથી છાની રહેતી નથી અને તકલીફનું કારણ બની જાય છે. તેને પોતાનું પરિણામ ખબર છે. બધા પોતાની વ્હાલસોયી દીકરી ને ધીરેધીરે રોગનો કોળીયો થતા જુવે છે. તે મૌન માં પીડાય છે - તેઓ પોતાનો બળાપો રોકવામાં અસમર્થ રહે છે. લાગણીઓ અને સંબંધોને આવરી લેતું જોવાલાયક નાટક - જે તમારા મગજમાં જોયા પછી પણ લાંબા સમય સુધી અંકીત રહેશે.

Brilliant performance by Tarak Mehta Ka Ooltah Chasmah fame Disha Vakani (Dayaben) and Jimit Trivedi (Gujjubhai The Great, Gujjubhai Most Wanted & 102 Not Out fame)

A young girl suffering from terminal disease is synonymous with courage and dignity. She faces her few remaining days resolute, not wanting her family to suffer at all. But the ravages the disease wrecks on her body and face are for her family to see and make them suffer every day. She knows her fate. Her family members try to appear unwavering but fail at times. A compelling drama, of emotions and relationships, it lingers in your mind long after you have seen the play.

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...