નમી ગયા એ ગમી ગયા - Nami Gaya E Gami Gaya


60 વર્ષીય વિધવા ગોમતી ભટ્ટ તેમના બે પુત્રો વિશેષ અને રાશેષની સાથે રહે છે. વિશેષના લગ્ન સરિતાની સાથે થયા છે અને તેમનો દીપ નામનો દીકરો છે. રાશેષ સૌમ્યાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. રાશેષને ખબર પડે છે કે જો તે પ્રેમ લગ્ન કરશે, તો તેને પારિવારિક વારસો ગુમાવવો પડશે. આથી તે સૌમ્યાને છોડી દે છે. તે માતાની પસંદ કરેલી NRI છોકરી માધુરી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. રાશેષને પાઠ ભણાવવા માટે તેની ગર્લફ્રેન્ડ સૌમ્યા એક નોકરાણી બનીને તેના ઘરમાં પ્રવેશ કરે છે. બીજી બાજુ માતા ગોમતીને ખબર પડે છે કે તેના બંને સંતાનો સંપત્તિ મળ્યા પછી તેને ત્યજી દેવા માગે છે. વાર્તામાં નવો વળાંક આવે છે જ્યારે માતા ગોમતી તેમના પારસી મેનેજર સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. ત્યાર બાદ ઘણી રમુજી ઘટનાઓ ઘટે છે. આધુનિક પેઢીના યુવાનોની સ્વાર્થી મનોવૃત્તિ પર વ્યંગ્ય કરતા સંવાદો આ નાટકને વધારે મજેદાર બનાવે છે.

The story revolves around sixty-year old widow Gomti Bhatt and her two sons Vishesh and Rashesh. Vishesh is married to Sarita and they have a son called Deep. Rashesh is in love with Somya. She wants to get married to him. But the minute Rashesh comes to know that he will be deprived of the family fortune if he goes for love marriage, he abandons Somya. He is ready to get engaged to a NRI girl Madhuri as suggested by his mother. To teach Rashesh a lesson, his girlfriend Somya moves in to his house disguised as a maidservant. Eventually Gomti comes to know about her sons' intention of leaving her alone once they get their share of the father's wealth. A twist to the story comes in when the mother suddenly announces her plans of remarriage with Parsi manager who is taking care of administrative affairs of their business. Needless to say many hilarious situations arise and the play is supposedly replete with one-liners mocking the youngsters from so-called modern generation whose actions are driven by selfish motives. #natak #GujaratiNatak #ComedyNatak

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...